For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કપડાં ધોતી પરિણીતા લપસી પડતા માથામાં ઇજા થવાથી મૃત્યુ

04:43 PM Jul 12, 2024 IST | Bhumika
કપડાં ધોતી પરિણીતા લપસી પડતા માથામાં ઇજા થવાથી મૃત્યુ
Advertisement

શહેરમાં પેડક રોડ ઉપર આવેલી રત્નદીપ સોસાયટીમાં રહેતી પરિણીતા વહેલી સવારે વોશિંગ મશીનમાં કપડાં ધોતી હતી ત્યારે અકસ્માતે પગ લપસતા પરિણીતા પટકાઈ હતી. પરિણીતાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજ્યું હતું. પરિણીતાના મોતથી ત્રણ બાળકોએ માતાની મમતા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પેડક રોડ ઉપર આવેલી રત્નદીપ સોસાયટીમાં રહેતી દીપ્તિબેન જયેશભાઈ પરમાર નામની 38 વર્ષની પરિણીતા સવારના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી. ત્યારે અકસ્માતે લપસી પડતા તેણીને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. પરિણીતાને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં પરિણીતાની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

Advertisement

પ્રાથમિક પૂછપરછમાં મૃતક દીપ્તિબેન પરમારને સંતાનમાં ત્રણ પુત્ર છે. દીપ્તિબેન પરમારના પતિ ઘરઘંટી ચલાવે છે. દીપ્તિબેન પરમાર વહેલી સવારે ઊઠીને વોશિંગ મશીનમાં કપડાં ધોતા હતા ત્યારે અકસ્માતે પગ લપસી પડતા પટકાયા હતા અને બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. તે દરમિયાન દેરાણી અલ્પાબેન જાગી જતા તાત્કાલિક પરિવારને જાણ કરી દિપ્તીબેન પરમારને હોસ્પિટલે ખસેડ્યા હતા પરંતુ સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement