મોરબીમાં પતિ સાથે માથાકુટ થતા પત્ની ઘર મુકીને ચાલતી થઇ ગઇ
181ના ક્ધટ્રોલરૂૂમમાંથી મોરબીની ટીમને એક કોલ આવ્યો હતો અને તેમાં સામેની વ્યક્તિએ જણાવ્યું હતું કે એક મહિલા મળી આવ્યા છે અને તેને મદદથી જરૂૂર છે.આથી 181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ જયશ્રીબેન પાયલોટ જીગરભાઇએ મહિલા સાથે સાંત્વના અને ધીરજથી કામ લીધું હતું અને કાઉન્સેલિંગ કરાયું હતું. ગુસ્સામાં કે સાસરિયાને સબક શીખવવા પરિણીતાઓ ઘર કશો જ વિચાર કર્યા વગર ઘરેથી નીકળી જતી હોય છે અને બાદમાં તેને અમુક કડવા અનુભવો પણ સહેવા પડતા હોય છે તેની એ વખતે તેને જાણ હોતી નથી. આથી અવા સંજોગો બને તે પહેલાં મહિલાઓને સુરક્ષિત કરવા રાજ્યમાં 181 ટીમ સક્રિય છે.
મહિલાએ એવી કેફિયત આપી હતી કે તે મૂળ ઓડિશાના છે અને પતિ સાથે અહીં રહેતી હતી, અને કોઇ બાબતે પતિ સાથે વાંધો પડતાં તે ઘર મૂકીને ચાલતી થઇ ગઇ હતી. આથી ટીમે સલાહ આપી સમજાવી હતી કે હવેથી પતિને જાણ કર્યા વગર ઘરેથી નીકળે નહીં અને પછી તે પીડિતાએ જણાવેલા સરનામા પ્રમાણે ત્યાં પહોંચી તેમના પતિને સોંપી આપી હતી અને સાથે પતિનું કાઉન્સિલિંગ પણ કર્યું હતું. પતિએ એવી કેફિયત આપી હતી કે પત્ની જાણ કર્યા વગર નીકળી ગયા બાદ આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની પત્ની બાબતે પૂછપરછ કરી હતી પરંતુ કોઇ ભાળ મળી ન હતી.ટીમે તેના પતિને સલાહ સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું અને કાયદાની પણ સમજ આપી હતી, તેમજ પત્નીને સારી રીતે રાખી, ઝઘડો ન કરવા સમજાવ્યો હતો અને દંપતીનું સુખદ મિલન કરાવ્યું હતું. પત્ની મળી જતાં પતિએ181 અભયમ ટીમનો આભાર માન્યો હતો.