ચા બનાવવા બાબતે પતિ સાથે ઝઘડો થતા પત્નીએ ફિનાઇલ પીધું
04:39 PM May 01, 2025 IST
|
Bhumika
Advertisement
ભકિતનગર સ્ટેશન પ્લોટમા ગોડાઉન રોડ પર કલ્યાણ સોસાયટી શેરી નં.1માં રહેતી આરતી સંતોષભાઇ જાદવ (ઉવ.24) નામની પરિણીતાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આરતીના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હોવાનું અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનુ જાણવા મળ્યું છે. આજે સવારે ચા બનાવવા બાબતે પતિ સાથે ઝઘડો થતા લાગી આવવાથી આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે.
Advertisement
જયારે બીજા બનાવમાં શાપર વેરાવળમાં કારખાના રહેતી અંજલી બ્રિજેન રાજપૂત (ઉ.વ.14)નામની સગીરાએ આજે સવારે પોતના ઘરે ઓરડીમાં હતી ત્યારે માથા નાખવાની મહેંદી પી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તેની મોટી બહેન પ્રીંયકા સાથે કામ બાબતે બોલાચાલી થતા આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે.