નાગરિક બેંકના મેનેજરના અવસાનના મહિનામાં જ પત્નીનું હાર્ટએટેકથી મોત
નાગરિક બેંકના ચીફ મેનેજરનું 1 મહિના પહેલા હાર્ટએટેકથી અવસાન થયુ હતુુ. ત્યારે પતિના અવસાનના એક મહિનામાં જ પત્નીનું પણ હાર્ટ એટેકથી મોત નીપજતા પરિવાર જનોમાં શોકની લાગણી છવાઇ પામી છે. જાણવા મળતી વિગત મુજબ જકશન પ્લોટમાં આવેલા હંસરાજ નગર શેરી નં.3માં રહેતા તેજલબેન ધર્મેશભાઇ ટાંક (ઉ.વ.43)નામના મહિલા આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જઇ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતુ. પ્રાથમિક તપાસમાં મૃતક તેજલબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
તેના પતિ ધર્મેશભાઇ નાગરિક બેંકમાં ચીફ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. જેઓનું એક મહિના પહેલા હાર્ટએટેક આવવાથી અવસાન થયુ હતુ. ત્યારે પતિના અવસાનના મહિનામાજ તેજલબેને પણ હાર્ટએટેક આવી જતા મોત નીપજતા બે સંતાનોએ ટૂકા સમયમાં જ માતા-પિતા બંન્ને છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.