શાપર-વેરાવળમાં પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ ફિનાઈલ પીધું
05:01 PM Dec 02, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
શાપરમાં આવેલા ગંગા ગેઈટની અંદર રહેતા મહિલાએ ફીનાઈલ પી લેતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે શાપર પોલીસે તેમનું નિવેદન લેવા તજવીજ શરૂ કરી છે.
મળતી વિગત અનુસાર શાપરના ગંગા ગેઈટની અંદર રહેતા નસરીનબેન મોહદીસ કરાલ (ઉ.વ.20) નામના પરિણીતાએ ગઈકાલે રાત્રીના ફિનાઈલ પી જતાં તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. પરિવારે જણાવ્યું હતુ ંકે, નસરીનના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા તેમને સંતાનમાં એક દિકરો છે.
અને પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં તેણીએ આ પગલું ભરી લીધું હતું. જ્યારે બીજા બનાવમાં રામનાથપરાના ઘાંચીવાડમાં રહેતા સબીર ઉતમભાઈ લશ્કર (ઉ.વ.21) વાળો ગઈકાલે સાંજના સમયે ઝેરી પાવડર પી જતાં તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
Next Article
Advertisement