સરકારી કર્મચારીઓ-પેન્શનરો માટે મોટા સમાચાર, સરકારે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો કર્યો વધારો
રાજ્ય સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. નાણા વિભાગ દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.જેમાં 1 જુલાઈ 2024થી 3 ટકાનો વધારો કરી 53 ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે. એટલે હવે 1 જુલાઈ 2024થી મૂળ પગારના 53 ટકા મોંઘવારી ભથ્થું પેન્શનરોને અને કર્મચારીઓને મળશે.
ગુજરાત સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે, ત્યારે તેમાં હવે રાજ્યના લગભગ 4.45 લાખ કર્મચારી સહિત 4.63 લાખ પેન્શનરોને લાભ મળશે. જેમાં રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓને જુલાઈ 2024થી નવેમ્બર 2024 સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમ ડિસેમ્બરના પગાર સાથે (પેઈડ ઈન જાન્યુઆરી 2025) રોકડમાં ચૂકવવાની રહેશે. જેમાં મોંઘવારી ભથ્થામાં 50 પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને 50 પૈસા કરતા ઓછી રકમને ગણતરીમાં લેવામાં આવશે નહીં.