કાલાવડના પીપર ગામમાં પતિ સાથે ઝઘડો થતા પત્નીએ વખ ઘોળ્યું
કાલાવડના પીપર ગામે ખેત મજુરી અર્થે આવેલા શ્રમિક દંપતિ વચ્ચે ઝઘડો થતાં પરિણીતાએ ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કાલાવડના પીપર ગામે પરિવાર સાથે ખેત મજુરી અર્થે આવેલી અંગુરીબેન અર્જુનભાઈ બામણીયા નામની 25 વર્ષની પરિણીતા સાથે પતિ અર્જુન બામણીયાએ દારૂના નશામાં ઝઘડો કર્યો હતો. જેથી પરિણીતાને માઠુ લાગી આવતાં ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
બીજા બનાવમાં બાબરાના કોટડાપીઠા ગામે રહેતાં અને ગ્રામ પંચાયતમાં કોન્ટ્રાકટ બેઈઝ પર નોકરી કરતાં લાલજીભાઈ રૂપાભાઈ ચાવડા નામના 55 વર્ષના આધેડે કોઈ અગમ્યકારણોસર ઝેરી દવા પી લીધી હતી. આધેડને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
