For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તિરુપતિ સોસાયટીમાં પુરુષ મિત્રના સહારે પતિ હુમલો કરતી પત્ની

12:01 PM Oct 10, 2024 IST | admin
તિરુપતિ સોસાયટીમાં પુરુષ મિત્રના સહારે પતિ હુમલો કરતી પત્ની

પતિ-પત્ની ઔર વો નો કિસ્સો પોલીસ દફતરે પહોંચ્યો

Advertisement

જામનગરમાં તિરૂૂપતિ સોસાયટીમાં રહેતા એક યુવાને પોતાની પત્ની અને તેણીના એક મિત્ર સામે પોતાને માર માર્યા ની અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. પતિ પત્ની વચ્ચે ઝઘડો થયા પછી છૂટાછેડા નો કેસ ચાલી રહ્યો છે, દરમિયાન પત્ની બીજા પુરુષ સાથે વાતો કરતી હોવાનું પતિ જોઈ જતાં તેને ઠપકો આપવા જવાથી આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રોયલ પુષ્પ પાર્ક સોસાયટીમાં રહેતા મનોહરસિંહ પ્રવીણસિંહ જેઠવા નામના 43 વર્ષના રાજપુત યુવાને પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાની પત્ની કાજલબા જેઠવા તેમજ તેણીના મિત્ર ચિરાગ અનિલભાઈ વેગડા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મનોહરસિંહ અને તેની પત્ની કાજલબા કે જે બંને વચ્ચે ઝઘડો ચાલતો હોવાથી છેલ્લા એક વર્ષથી બન્ને અલગ રહે છે, અને છુટાછેડા નો કેસ પણ ચાલી રહ્યો છે. દરમિયાન ગઈકાલે કાજલ ચિરાગ નામના અન્ય પુરુષ સાથે વાતચીત કરતી હોવાથી તે બંનેને પતિ મનોહરસિંહ જોઈ ગયો હતો.

Advertisement

જેથી પત્નીને ઠપકો આપવા જતાં માઠું લાગવાથી પત્ની કાજલબા તથા તેના મિત્ર ચિરાગ બંનેએ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો, અને પતાવી દેવાની ધમકી આપતાં આખરે મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસે ફરિયાદી યુવાનની પત્ની અને તેણી ના મિત્ર સામે હુમલા અંગે ગુન્હો નોંધ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement