રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વીજતંત્ર દ્વારા સતત બીજા દિવસે તાલુકા અને લાલપુર પંથકમાં વ્યાપક દરોડા

12:56 PM Oct 09, 2024 IST | admin
Advertisement

ચેકિંગ ટુકડી દ્વારા 96 વીજ જોડાણમાંથી વધુ રૂપિયા 68.30 લાખની વીજચોરી પકડી લેવાઇ

Advertisement

જામનગર શહેર ખંભાળિયા તેમજ ભાણવડ પંથકમાંથી સોમવારે વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને 41 વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઈ હતી. જે ચેકિંગ દરમિયાન 85 વિજ જોડાણમાંથી રૂૂપિયા 38.15 લાખના વીજ ચોરી પકડી લેવાયા બાદ ગઈકાલે મંગળવારે જામનગર તાલુકાના ગ્રામ્ય પંથક અને લાલપુર પંથક માંથી વધુ 68.30 લાખની વિજ ચોરી ઝડપી લેતાં બે દિવસમાં જ વીજ ચોરીનો કુલ આંક એક કરોડને પાર પહોંચ્યો છે.જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે સવારે સતત બીજા દિવસે વિજ ચેકિંગ ચાલુ રખાયું હતું, અને જામનગર તાલુકાના મોટી ખાવડી, શાપર, બેડ, વસઈ, રાવલસર, સિક્કા પાટિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઉપરાંત લાલપુર સીટી અને લાલપુરના ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકિંગ કરાયું હતું.

કુલ 47 જેટલી વિજ ચેકિંગ ટુકડીને વહેલી સવારથી દોડતી કરવામાં આવી હતી, જેના માટે 16 નિવૃત આર્મી મેન અને 11 લોકલ પોલીસમેંન તેમજ 13 એસઆરપી ના જવાનોને મદદમાં જોડવામાં આવ્યા હતા.
સમગ્ર દિવસ દરમિયાન કુલ 609 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 96 વિજ જોડાણમાંથી ગેરરીતી મળી આવી છે, અને તેઓને રૂૂપિયા 68.30 લાખના વિજચોરીના પુરવણી બિલો અપાયા છે. વીજ તંત્ર દ્વારા માત્ર બે દિવસ દરમિયાન એક કરોડથી પણ વધુની વિજ ચોરી ઝડપી લેવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsjamnaagrnewsWidespread raids in Taluka and Lalpur Panthak
Advertisement
Next Article
Advertisement