સફાઇકર્મીને સુપ્રીમ કોર્ટ સુધી કેમ ઢસડયો? સલાહ આપનાર અધિકારીઓના નામ આપો
ગુજરાત સરકારના વલણ સામે સુપ્રીમ કોર્ટે વ્યકત કરી નારાજગી
સફાઈ કર્મચારીની સેવાઓને નિયમિત કરવાના ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી રાજ્ય સરકારના એક અધિકારીએ સફાઈ કર્મચારીને લાભ આપવવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાની સામે સુપ્રીમ કોર્ટે વાંધો વ્યક્ત કર્યો છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે ગુજરાત સરકાર પાસેથી ગુજરાત હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ દાખલ કરવાની સલાહ આપનારા અધિકારીઓ વિશે ગુજરાત સરકાર પાસેથી વિગતો માંગી હતી.
બાર એન્ડ બેન્ચની રિપોર્ટ પ્રમાણે, જસ્ટિસ વિક્રમ નાથે કહ્યું હતું કે, પઅમે જાણવા માંગીએ છીએ કે ક્યાં અધિકારીએ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ આ સ્પેશિયલ લીવ પીટીશન દાખલ કરવાની સલાહ આપી છે.
સપ્ટેમ્બર 2023ના ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સામે છેલ્લા એક દાયકાથી વધુ સમયથી સરકાર માટે કામ કરતા એક સફાઈ કર્મચારીને લાભ આપવવા માટે રાજ્યની અપીલ પર બેન્ચ સુનાવણી કરી રહી હતી. સુપ્રીમ કોર્ટે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, રાજ્ય સરકારે હાઈકોર્ટના આદેશનું પાલન કરવાની જગ્યાએ સફાઈ કર્મચારીને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચાડવાનો વિકલ્પ પંસદ કર્યો છે.
કોર્ટે આદેશમાં કહ્યું હતું કે, પઆદેશનું પાલન કરવાની જગ્યાએ રાજ્ય સરકારે આ કેસમાં એક સફાઈ કર્મચારી સફાઇકર્મીને અહીં સુધી કેમ ઢસડ્યો. જે અધિકારીએ સ્પેશિયલ લીવ પીટીશન દાખલ કરવાની સલાહ આપી છે અમે તેમની પાસેથી એક સોગંદનામુ માંગી રહ્યાં છીએ.થ કોર્ટે કડક શબ્દોમાં આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ કારણ વગર કેસને ખેંચવા માટે જવાબદારો પાસેથી ખર્ચ વસૂલ કરી શકાય છે.
આ પ્રકારના એક કેસમાં સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર 2022માં એક નિવૃત સફાઈ કર્મચારી દ્વારા દાવો કરાયેલા પેન્શન બાકીના સંબંધમાં ટ્રાયલ લંબાવવા બદલ તમિલનાડુ સરકાર પર 1 લાખ રૂૂપિયાનો દંડ ફટકાર્યો હતો.