રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

છ ટ્રેનો કેમ શરૂ નથી થતી?, ઉઘરાણી કાઢતા સાંસદ મોકરિયા

04:02 PM Nov 13, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

બે વર્ષ થઇ ગયા, વારંવાર જાહેરાતો કરવા છતાં ટ્રેનો શરૂ થતી નથી, જરૂર હોય ત્યાં રજૂઆત કરો

"શા માટે ટ્રેન શરૂ નથી થતી? ઠોસ કારણ તો આપો”

આજે દેશભરના રાજકોટ સહીત 18 રેલવે સ્ટેશન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડીયો કોન્ફરન્સ દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું હતું ત્યારે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ ટ્રેન વ્યવહાર બાબતે રાજકોટને થઇ રહેલા અન્યાયની ફરીયાદ કરી હતી.

રામભાઇએ જણાવ્યું હતું કે, હાઇવે પરનું ભારણ ઘટાડવા રેલવે તંત્રએ ખાલી પાટા પર ટ્રેનો દોડાવવી જોઇએ. તેઓએ એવું પણ જણાવ્યું હતું કે રાજકોટ-સૌરાષ્ટ્રને 6 ટ્રેનો અપાશે તેવી અગાઉની જાહેરાતને પણ બે વર્ષ થઇ ગયા છતા કોઇ ટ્રેન મળી નથી. કેન્દ્રમાંથી વખતોવખત નવી ટગેનો શરૂ કરવાની જાહેરાત બાદ તેઓ (રામભાઇ) પણ સ્થાનિક કક્ષાએથી જાહેરાત કરે છે પણ ટ્રેનો મળતી ન હોય, પત્રકારો ટોન મારે છે કે તમે જાહેરાત તો કો છો, ટેનો તો મળતી નથી તેવી માર્મીક ટકોર કરી હતી.

સૌરાષ્ટ્રને ટ્રેનો આપવા માટે સરકારમાં અસરકારક રજુઆતો કરવાનું પણ રામભાઇએ રેલવે પ્રધાન અશ્વિનીકુમારનું ધ્યાન દોર્યું હતું. દર્શનાબેન જરદોષ મિનિષ્ટર હતા ત્યારે રાજકોટને 6 ટ્રેનો આપવાની વાત કરી હતી અને તે ત્યારે કે જયારે અમદાવાદ-કાલુપુર રેલવે સ્ટેશન પર રીપેરીંગ કામ થતું હતું. પણ આ વાતને બે વષર થઇ ગયા હોય તેમ જાહેરાત ‘કાગળ’ પર જ રહી ગયાનો અનુભવ થાય છે.

ખાસ કરીને રાજકોટને હરદ્વારની દરરોજની ટ્રેન પણ આપવાની માંગ કરી હતી. એ સિવાય રાજકોટની જરૂરીયાત પ્રમાણે મેમુ ટ્રેન દોડાવવા પણ વિડીયો કોન્ફરન્સમાં માંગણી દોહરાવી હતી.

શા માટે બગડયા સાંસદ રામભાઇ મોકરિયા?
કાલુપુર રેલવે સ્ટેશને બ્રોડગેજ ટ્રેનના પ્લેટફોર્મ ઓછા કરવાના કારણે 10 જેટલી ટ્રેનોના ટર્મિનેશન ખસેડવાની જરૂરીયાત ઉભી થઇ હતી અને તે વખતે તત્કાલીન રેલ રાજયમંત્રી દર્શના જરદૌશે અમદાવાદથી દોડતી લાંબા અંતરની 6 ટ્રેનોનું ટર્મીનેશન રાજકોટથી કરવાની જાહેરાત કરી હતી. આવી જાહેરાત અનુસંધાને તત્કાલીન સાંસદ મોહનભાઇ કુંડારીયા અને રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા દ્વારા એકથી વધુ વાર રાજકોટને નવી 6 ટ્રેનો મળશે તેવી જાહેરાત કરી દીધી હતી પણ રેલવે તંત્રએ આ બાબતે નિર્ણય ન લીધો હોય તેને બે વર્ષ વીતી ગયાનો રામભાઇએ રોષ વ્યક્ત કર્યો હતો.

કઇ ટ્રેનો રાજકોટ લંબાવવા કરવાનો આદેશ છે?
રેલવે તંત્રના ચર્ચગેટ હેડ કવાર્ટરના પરિપત્રમાં જણાવ્યા મુજબ અમદાવાદથી રાજકોટ ટર્મિનેટ કરવાની ટ્રેનોમાં (1) મંગળ, શુક્ર અને સોમવારે સવારે 10-25 વાગ્યે ઉપડતી નં. 22138/37 અમદાવાદ-નાગપુરની પ્રેરણા એકસપ્રેસ ત્રિસાપ્તાહિક ટ્રેન, (2) અમદાવાદથી દર મંગળવારે સવારે 8/30 વાગ્યે ઉપડતી નં. 19421/22 અમદાવાદ-પટણા એકસપ્રેસ ટ્રેન, (3) અમદાવાદથી દર સોમવારે બપોરે 2-40 વાગ્યે ઉપડતી નં. 11049/50 અમદાવાદ-કોલ્હાપુર એકસપ્રેસ (4) અમદાવાદથી દર શુક્રવારે સવારે 8/40 વાગ્યે ઉપડતી નં. 19413/14 અમદાવાદ-કોલકતા ટ્રેન (5) અમદાવાદથી દર શુક્રવારે સાંજે 4/50 વાગ્યે ઉપડતી 22967/68 અમદાવાદ પ્રયાગરાજ અને (6) અમદાવાદથી દર મંગળવારે, સવારે 5.50 વાગ્યે ઉપડતી નં. 12917/18-અમદાવાદ-નિઝામુદ્દીન કાન્ત એકસપ્રેસનો સમાવેશ થાય છે. રાજકોટ ટર્મિનેટ કરવાની આ 6એ ટ્રેન હજુ સુધી અહીં ચાલું કરાઇ હોવાની રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાની ફરિયાદ છે.

Tags :
gujaratgujarat newsMP Mokaria exclaimsrajkotrajkot newstrains
Advertisement
Next Article
Advertisement