‘તું મારા ઘરાકને રસ્તા ઉપર દારૂ કેમ નથી પીવા દેતો’, તેમ કહી દંપતી સહિત ત્રણ ઉપર હુમલો
ગોંડલના ગુંદાળામાં દારૂૂના ધંધાર્થીએ પાડોશમાં રહેતા પરિવારને તમે મારા ઘરાકને રસ્તા ઉપર દારૂૂ કેમ નથી પીવા દેતા તેમ કહી દંપતી અને તેના પુત્ર ઉપર ત્રણ શખ્સોએ છરી અને લાકડી વડે હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા દંપતી સહિત ત્રણેયને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે રહેતા વિશાલભાઈ ઉર્ફે વિહાભાઈ ગોવિંદભાઈ મકવાણા (ઉ.વ.45), તેની પત્ની સંગીતાબેન વિશાલભાઈ ઉર્ફે વિહાભાઇ મકવાણા (ઉ.વ.40) અને તેનો પુત્ર મોહિત વિશાલભાઈ ઉર્ફે વિહાભાઇ મકવાણા (ઉ.વ.19) પોતાના ગામમાં હતા ત્યારે સાંજના સાતેક વાગ્યાના અરસામાં આદી, જીતુ અને અતુલ સહિતના શખ્સોએ ઝઘડો કરી છરી અને લાકડી વડે હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા દંપતી સહિત ત્રણેયને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં હુમલાખોર શખ્સો દારૂૂનો ધંધો કરે છે અને તેના ત્યાં દારૂૂ પીવા આવતા નસેડીઓ જાહેરમાં રસ્તા ઉપર દારૂૂ પીતા હોવાથી વિશાલભાઈ ઉર્ફે ગોવિંદભાઈ મકવાણા જાહેરમાં દારૂૂ પીવાની ના પાડતા હોવાનો ખાર રાખી ત્રણેય શખ્સોએ તમે અમારા ઘરાકને રસ્તા ઉપર દારૂૂ પીવાની કેમ ના પાડો છો તેમ કહી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.