For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્ય સરકારને FPOની કામગીરી માટે ત્રણ વર્ષમાં ત્રણ-ત્રણ એજન્સી તબદીલ કેમ કરવી પડી?

05:35 PM Aug 31, 2024 IST | Bhumika
રાજ્ય સરકારને fpoની કામગીરી માટે ત્રણ વર્ષમાં ત્રણ ત્રણ એજન્સી તબદીલ કેમ કરવી પડી
Advertisement

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા મનહર પટેલે કૌભાંડની વ્યક્ત કરેલી શંકા, તપાસની માગણી

Advertisement

રાજય સરકારે ફાર્મર પ્રોડયુસર કંપનીની કામગીરી માટે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ત્રણ ત્રણ એજન્સીઓને ફેરવી હોવાની વાતને શંકાસ્પદ ગણાવી, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના કુલપતિની નિમણુંક ગેર બંધારણીય હોવાનો આક્ષેપ કરી પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા મનહ પટેલે માંગ કરી છે. રાજયના કૃષિ અધિક મુખ્ય સચીવને રજુઆત કરી તેઓએ જણાવ્યું હતું કે તા.08.08.2024 ના રોજ ગુજરાત નેચરલ ફામિંગ સાયન્સીસ યુનિવર્સિટીના કુલપતિ ડો.સી.કે.ટીંબડીયા ગેરબંધારનીય રીતે નિમણુક કરવામાં આવી છે તે અંગે ઘટતી કાર્યવાહી કરી તેમને બરતરફ કરવાની માંગ કરેલ, પરંતુ કોઇ ઉચિત કાર્યવાહી આજ દિવસ સુધી કરવામાં આવેલ નથી. રાજ્ય સરકારનું આ પગલુ બિલકુલ ગેરબંધારણીય અને રાજ્ય સરકારના વહીવટ ઉપર અનેક સવાલ ઉભા કરે તેવો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા મનહર પટેલે કર્યો છે.

રાજ્ય સરકાર દ્વારા ખેડુતોના લાભ માટે 10,000 ફાર્મર પ્રોડુસર કંપનીઓ ખાનગી કંપનીઓ મારફત ઉભી કરવી અને તેની નોડલ એજન્સી તરીકે ગુજરાત સરકારની વિનંતીથી તા.03.11.2021 ના રોજ ભારત સરકાર આદેશ અનુસાર ગુજરાત એગ્રો ઇન્ડ.કોર્પોરેશન લી.ને વધારાની કામગીરી સોપવામા આવેલ છે.

ગુજરાત સરકારની બીજી વિનંતીને ધ્યાને લઈને તા.29.12.2023 ના રોજ ભારત સરકારના આદેશ અનુસાર 10000 એફપીઓ પ્રોત્સાહક યોજનાને ગુજરાત સ્ટેટ લાઈહુડ પ્રમોશન કંપની (જીએલપીસી) ને વધારની કામગીરી સોપવામાં આવે છે અને ગુજરાત એગ્રો ઇન્ડ.કોર્પોરશન લી.ને અગાઉ ફાળવેલ કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે છે.ગુજરાત સરકારની તા.26.04.2024 ની ત્રીજી વિનંતીને ધ્યાને લઈને ભારત સરકારે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સીસ યુનિવર્સિટીને વધારાની અમલીકરણ એજન્સી તરીકે વધારની કામગીરી સોપવાની મંજુરી આપી છે અને અગાઉ ગુજરાત સ્ટેટ લાઈહુડ પ્રમોશન કંપની (જીએલપીસી) ને અગાઉ ફાળવેલ કામગીરીમાંથી મુકત કરવામા આવે છે.

એફપીઓની કામગીરી ગુજરાત એગ્રો ઇન્ડ.કોર્પોરેશન,ગુજરાત સ્ટેટ લાઇવલી હુડ પ્રમોશન કંપની અને ત્યાર બાદ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સીસ યુનિવર્સિટી એમ ત્રણ વર્ષમાં ત્રણ ત્રણ વાર તબદીલ કરવાની જરુર કેમ પડી ? રાજ્ય સરકારના મતે હવે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સીસ યુનિવર્સિટી ઉત્તમ અને અંતિમ નોડલ એજન્સી બની રહેશે અને જેથી ખેડુતોના ઉસ્થાન માટેની આશાસ્પદ કામગીરી થશે.

ભારત સરકારની 10,000 એફપીઓ બનાવવાની યોજના વર્ષ 2020-21 અને ત્યારબાદ એફપીઓની રચના અને કામગીરી માટે સીબીબીઓ વાર ફાળવણી, બીજનેશ પ્લાનમાં કરેલ લક્ષ્યાંક તેમજ રીવાઇઝ કરેલ લક્ષ્યાંકોની વિગતો માટે રાજ્ય સરકાર બિલકુલ પારદર્શક નથી. તે જ મોટા ભ્રષ્ટાચારના સંકેત આપતી હોવાનો આક્ષેપ થયો છે.

એક આરટીઆઇની માહિતી અનુસાર સીબીબીઓને ડિસેમ્બર 2023 સુધીમા 2,72,20,000/- અને 76 એફપીઓને 1,57,21,905/- રુપિયા ચુકવાય ગયેલ છે તેના બદલામાં આ સીબીબીઓ /એફપીઓ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં કરેલ કામની વિગતોની ઉચ્ચસ્તરીય તપાસ કરવામા આવે તો કરોડો રુપિયાના ભ્રષ્ટાચારની વિગતો સામે આવી શકે છે. અમો સીબીબીઓ /એફપીઓની નિમણુક, નિયુકત ખાનગી એજન્સીનો અનુભવ, તેની કાર્ય પદ્ધતિ, બીજનેશ પ્લાન સરકારી લક્ષ્યાંક સામે વળતર કામગીરી અને તેમને ચુકવાતા નાણા આ તમામ બાબતોને લઈને ઉચ્ચસ્તરીય તપાસ કરવા પણ માંગ કરાઇ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement