For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાટીદારો ઉપર હુમલા થયા ત્યારે પાટીદારો કેમ ચૂપ થઈ ગયા? : કાજલનો વળતો પ્રહાર

11:55 AM Mar 19, 2024 IST | Bhumika
પાટીદારો ઉપર હુમલા થયા ત્યારે પાટીદારો કેમ ચૂપ થઈ ગયા    કાજલનો વળતો પ્રહાર
  • 50 મિનિટની સ્પીચમાંથી માત્ર પાંચ સેક્ધડની ક્લિપ વાઈરલ કરવા પાછળ કાવતરું

કાજલ હિંદુસ્તાની દ્વારા પાટીદાર દીકરીઓ પર આપેલા વિવાદીત નિવેદનને લઈ પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વિવાદીત નિવેદન મુદ્દે કાજલ હિન્દુસ્તાનીએ મીડિયા સાથે વાતચીત કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે, હું જાતિવાદી ઠગ નથી. મારા નામ પાછળ મે હિન્દુસ્તાની લખાવ્યું છે

Advertisement

કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું કે, મારી આખી સ્પીચ સાંભળી હશે તે વિરોધ નહીં કરે. આ એ પાટીદાર લોકો છે જે કોંગ્રેસ અને અઅઙના ઠેકેદાર બનીને બેઠા છે. મારો આ વિરોધ કરે છે તેમને પુછવું છે, શું તમે લવજેહાદને માનો છો? કે નહીં ? જો તમે લવજેહાદને માનતા હોય તો તમે વિરોધ ન કરો. વધુમાં ઉમેર્યું કે, જો તમે માનો છો મતબલ તમે કનવર્ટ થઇ ગયા છો, તમે પાટીદાર નથી. તમારામાં કેમ લવજેહાદીઓ સામે બોલવાની હિંમત નથી.

વધુમાં કહ્યું કે, પાટીદારો પર અનેક હુમલા થયા ત્યારે આ પાટીદારો કેમ ચૂપ થઇ ગયા? કોંગ્રેસની વોટબેંક જ જેહાદીઓ છે, એટલે આ કાવતરૂૂ કર્યુ છે. ચૂંટણી સમયે જ આ લોકો વિરોધ કરી રહ્યાં છે.
આ નિવેદન 1 વર્ષ પહેલાનું છે, મને સમાજમાંથી લવજેહાદ વિશે બોલવા કહેવાયું હતું. મે 50 મિનિટની સ્પીચ આપી છે, માત્ર 5 સેક્ધડની ક્લિપ વાયરલ કરી ઇશ્યુ કરે છે.
જાતિવાદી ઠગોને પટેલ સાથે કોઇ લેવા દેવા નથી. આ લોકોના કહેવાથી અમને કંઇ ફેર પડતો નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement