For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તું પોલીસમાં અમારા વિરુદ્ધ ખોટી રજૂઆત કેમ કરે છે કહી વેપારીને માર મારી કારમાં તોડફોડ

04:18 PM Mar 05, 2024 IST | admin
તું પોલીસમાં અમારા વિરુદ્ધ ખોટી રજૂઆત કેમ કરે છે કહી વેપારીને માર મારી કારમાં તોડફોડ

શહેરના નાનામવા રોડ પર આવેલી વિરલ સોસાયટી પાસે મિત્રને મળવા ગયેલા વેપારી પાસે આવેલા બે શખ્સોએ તુ પોલીસમાં અમારા વિરુદ્ધ ખોટી રજૂઆતો કેમ કરે છે કહી ધોકાવડે હુમલો કર્યા બાદ કારમાં તોડફોડ કરી નુક્શાન કરી ધમકી આપી બન્ને સખ્સો ફરાર થઈ ગયા હતાં. આ બન્ને વિરુદ્ધ માલવિયા પોલીસ મથકમાં વેપારીએ ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

વધુ વિગતો મુજબ નાનામૌવા રોડ પર આવેલ શગુન એપાર્ટમેન્ટમાં રહેતા અલ્પેશભાઈ ગોપાલભાઈ દોંગા નામના 40 વર્ષના વેપારીએ પોતાની ફરિયાદમાં રાજદીપ અને અજાણ્યા સખ્સનું નામ આપતા બન્ને સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

અલ્પેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, નાનામૌવા રોડ પર સંભવ કોમ્પલેક્ષમાં પ્રથમ માળે મનીપ્લસ નામે મંડળી ચલાવે છે ગઈકાલે તેઓ વિરલ સોસાયટીમાં રહેતા તેમના મિત્ર શિવરાજસિંહ જાડેજાના ઘર પાસે પોતાની આઈ-20 કાર લઈ મળવા ગયા હતાં ત્યારે રાત્રીના આઠેક વાગ્યે ડબલસવારી બાઈકમાં ધસી આવેલા બે શખ્સોમાંથી એક રાજદીપે તુ પોલીસમાં અમારા વિરુદ્ધ કેમ ખોટી ફરિયાદ કરે છે તેમ કહી ધોકાવડે મારમાર્યો હતો અને આઈ-20 કારમાં ધોકાથી નુક્શાન કર્યુ હતું.તેમજ જતા જતાં આરોપીઓએ ધમકી આપી હતી કે, હવે તુ અમારા વિરુદ્ધ રજૂઆત કરીશ તો તને જાનથી મારી નાખીશ આ મામલે માલવિયા પોલીસ મથકમાં બન્ને સખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement