36 લાખની છેતરપિંડીમાં બે વર્ષથી ફરાર અક્ષર નિધિ મંડળનો ડિરેક્ટર પકડાયો
શહેરના કોઠારિયા મેઈન રોડ ઉપર આવેલ અક્ષરનીધિ શરાફી મંડળીના ડિરેક્ટર સામે નોંધાયેલી રૂા. 36.50 લાખની છેતરપીંડીના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર થઈ ગયેલો સરાફી મંડળીનો ડિરેક્ટર વડોદરાથી પેરોલ ર્ફ્લોસ્કોડના હાથે ઝડપાઈ જઈ તેની ધરપકડ કરી વિશેષ પુછપરછ શરૂ કરવામાં આવી છે. રાજકોટના એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતા જે.એમ. વાડિયાએ પોતાના પિતરાઈભાઈ રાજેશકુમાર સામતભાઈ ચાવડાને રૂપિયાની જરૂરિયાત ઉભી થતાં 36.50 લાખ જેટલી રકમ આપી હતી. કોઠારિયા રોડ ઉપર આવેલ અક્ષરનીધિ સરાફી મંડળીના ડિરેક્ટર રાજેશ સામત ચાવડા સામે ફરિયાદ નોંધાયા બાદ તે ફરાર થઈ ગયો હતો. કોર્ટે નેર્ગોસબીબલ એક્ટ 1881ની કલમ 138 હેઠળ તેને પકડી પાડવા હુકમ કર્યો હોય મુળ જસદણનો રાજેશ ચાવડા વડોદરા હોવાની માહિતીના આધારે પેરોલ ફર્લો સ્કોડની ટીમે તેની ધરપકડ કરી છે. બે વર્ષથી ફરાર રાજેશ ચાવડાને ભક્તિનગર પોલીસ હવાલે કરવામાં આવ્યો છે.
ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર. ગોડલિયા, પીઆઈ એમ.એલ. ડામોર સાથે પેરોલ ફર્લોસ્કોડના પીએસઆઈ સી.એચ. જાદવ, પીએસઆઈ જે.જી તેરૈયા અને પીએસઆઈ એમ.કો. મોવલિયાની ટીમે કામગીરી કરી હતી.