સુવિધા નથી છતાં 18 ટકા વ્યાજ શા માટે : સ્થાનિકોનું હલ્લાબોલ
વોર્ડ-1 અને 18માં રોડ-રસ્તા-પાણી સહિતની સુવિધા ન હોવાથી મિલકત વેરો ન ભરનારને વ્યાજનો ડામ અપાતા આપની આગેવાનીમાં મ્યુ.કમિશનરને રજૂઆત
શહેરના છેવાડાના વિસ્તારોમાં આજે પણ મનપા દ્વારા અપાતી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થઇ નથી. છતા મિલ્કત વેરો સમય સર લેવામાં આવી રહ્યો છે. ત્યારે વોર્ડ નં.1 અને વોર્ડ નં.18ના સુવિધા વિહોણા વિસ્તારોના લોકોએ મિલ્કત વેરો ભરપાઇ ન કરતા તેના ઉપર 18 ટકા તોતિંગ વ્યાજ લગાવાતા રોષે ભરાયેલા સ્થાનિકોએ આજે આમ આદમી પાર્ટીની આગેવાનીમાં સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ધસી જઇ સુવિધા નહીંતો વ્યાજ પણ નહીં મળે તેવુ જણાવી મ્યુ.કમિશનરને ઉગ્ર રજુઆત કરી હતી.
રાજકોટ મહાનગર પાલીકા વિસ્તારમાં આવેલ વોર્ડ નં.1માં લોકો વર્ષોથી વેરો ભરે છે પરંતુ સુવિધાના નામે શૂન્ય છે, ઠેર ઠેર ગંદકીનું સામ્રાજય, બિસ્માર હાલતમાં રોડ રસ્તા, બાળકો માટે આંગણવાડીની સુવિધા ઉપલબ્ધ નથી, વર્ષોથી કોર્પોરેશનના વિસ્તારમાં આવેલો હોય તો જો તમે સુવિધા આપી શકતા ન હોય તો કોર્પોરેશનને વેરો લેવાનો કોઈ અધિકાર નથી. લોકો માંડ માંડ કરી ઘરનું પુર કરતા હોય અને સમય સર ભરી ન શકો તો તમે 18 % જેવુ તોતિંગ વ્યાજનું ઉઘરા કરો છો. સુવિધા તો આપી શકતા નથી તદ ઉપરાંત 18% વ્યાજ આ કયાનો ન્યાય છે. માનવી ત્યાં સુવિધા એ અમારો હકક છે અમે વેરા ભરી છીએ તો અમોને સુવિદ્યાઓ પણ મળવી જોઈએ. અમારા નાના બાળકોને આંગણવાડીના અભાવે દુર દુર સુવિધાઓ મુકવા જવા પડે છે.
ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોર્પોરેશનના અધિકારીઓને અવાર નવાર લેખીત રજુઆતો કરવા છતા પણ કોઈ ધ્યાને લેતુ નથી. વોર્ડ નં. 1ના વિસ્તારોમાં ઘણી રેસીડેન્સીયલ સાઈઓ આવેલ છે, જેમ કે, અમી હાઈટસ, તુલસીપત્ર-1, તુલસીપત્ર 2, તુલસીપત્ર-3 રત્નમ એલીગન્સ, રત્નમ ફલોરા રત્નમ બંગ્લોઝ, રત્નમ ટેર્નામેન્ટ, તિરૂૂપતિ હાઈટસ આ બધી જ રેસીડેન્સીયલ બિલ્ડીંગમાં એકદરે 700 થી વધારે પરીવાર વસવાટ કરે છે. છતા આજ સુધી સુવિધા મળી નથી.
તેવી જ રીતે રાજકોટ મહાનગર પાલીકા વિસ્તારમાં આવેલ વોર્ડ નં. 18 માં લોકો વર્ષોથી વેરો ભરે છે પરંતુ સુવિધાના નામે શૂન્ય છે, ઠેર ઠેર ગંદકીનું સામ્રાજય, બિસ્માર હાલતમાં રોડ રસ્તા, બાળકો માટે આંગણવાડીની સુવિધા ઉપલબ્ધ નથી, વર્ષોથી કોર્પોરેશનના વિસ્તારમાં આવેલો હોય તો જો તમે સુવિધા આપી શકતા ન હોય તો કોર્પોરેશનને વેરો લેવાનો કોઈ અધિકાર નથી. લોકો માંડ માંડ કરી ઘરનું પુરુ કરતા હોય અને સમય સર ભરી ન શકો તો તમે 18 % જેવુ તોતિંગ વ્યાજનું ઉઘરા કરો છો. સુવિધા તો આપી શકતા નથી તદ ઉપરાંત 18% વ્યાજ આ કયાનો ન્યાય છે. માનવી ત્યાં સુવિધા એ અમારો હકક છે અમે વેરા ભરી છીએ તો અમોને સુવિધાઓ પણ મળવી જોઈએ. અમારા નાના બાળકોને આંગણવાડીના અભાવે દુર દુર સુવિધાઓ મુકવા જવા પડે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોર્પોરેશનના અધિકારીઓને અવાર નવાર લેખીત રજુઆતો કરવા છતા પણ કોઈ ધ્યાને લેતુ નથી. તો ત્વરીત પગલા લેવામાં આવે તેમ જણાવ્યું હતુ.