For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગિફ્ટ સિટીમાં કોને મળશે દારૂ વેચવાની અને પીવાની છૂટ? રાજ્ય સરકારે જાહેર કરી ગાઈડલાઈન, જાણો આ નિયમો

02:54 PM Dec 26, 2023 IST | Bhumika
ગિફ્ટ સિટીમાં કોને મળશે દારૂ વેચવાની અને પીવાની છૂટ  રાજ્ય સરકારે જાહેર કરી ગાઈડલાઈન  જાણો આ નિયમો

રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ગિફ્ટસિટીમાં દારૂની છૂટ અંગે નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ માત્ર અધિકૃત કામ કરતા કર્મચારીઓને જ દારૂની છૂટ આપવામાં આવી છે. જેમની પાસે હેલ્થ પરમિટ છે તેમને ગિફ્ટસિટીમાં દારૂની છૂટ નહીં મળે. વિઝિટર પરમિટધારકો ગિફ્ટસિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે તો ટૂરિસ્ટ પરમિટધારકો પણ ગિફ્ટસિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે. આ તરફ ગિફ્ટસિટીના કર્મીઓને અધિકૃત અધિકારી જ પરમિટ આપી શકશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. આ સિવાય માત્ર મુલાકાતીઓને જ દારૂ પીવાની મંજૂરી છે.

Advertisement

ગિફ્ટ સિટીમાં લિકર પરમિશનના નિયમો

1) એફ.એલ-૩ લાયસન્સ શુ છે? તે કોને મળી શકે ?
ગીફ્ટ સીટીમાં નોકરી કરતા અથવા અધિકૃત મુલાકાતીઓને લીકર પીરસવા માંગતી હોટલ/કલબ/રેસ્ટોરન્ટને લીકર પીરસવા (Serving) અંગેનું લાયસન્સ. ગીફટ સીટી ગાંધીનગર ખાતે આવેલ/આવનાર ખાનપાન સુવિધા ધરાવતી હોટલ/કલબ/રેસ્ટોરન્ટને લાયસન્સ મળી શકશે.

Advertisement

2) એફ.એલ.3 લાયસન્સ મેળવવાની પ્રક્રિયા શી છે?
જે તે હોટલ/કલબ/રેસ્ટોરન્ટ નિયમો અતર્ગત જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે નિયામકશ્રી, નશાબંધી સમક્ષ અરજી કર્યેથી જરૂરી ચકાસણી કરી સરકારશ્રીએ નક્કી કરેલ સમિતિ સમક્ષ રજુ કર્યેથી પરવાનો આપવાપાત્ર રહેશે.

3) હાલના હેલ્થ પરમીટ, વીઝીટર પરમીટ, ટુરીસ્ટ પરમીટ ધારકો ગીફ્ટ સીટી ખાતે લીકરનુ સેવન કરી શકશે?
ના, ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ તેમજ અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ જ ગીફ્ટ સીટી ખાતે લીકરનુ સેવન કરી શકશે.

4) ગીફટસીટીમાં કામ કરતા કર્મચારીઓને લીકર એકસેસ પરમીટની મંજુરી કોણ આપશે ?

ગીફટના દ્વારા અધિકૃત અધિકારીશ્રી દ્વારા આ પરમીટ આપવામાં આવશે.

5) ગીફટસીટીમાં આવતા અધિકૃત મુલાકાતીઓને ટેમ્પરરી પરમીટની મંજુરી કોણ આપશે ?

ગીફટસીટીના જે તે કંપનીના HRહેડ / જવાબદાર અધિકારી દ્વારા કરવામા આવતી ભલામણના આધારે આપવામાં આવશે. તેમજ મુલાકાતીઓની સાથે સંબધિત કંપનીના લીકર એકસેસ પરમીટ ધરાવતા કર્મચારી સાથે રહેશે.

6) એફ.એલ.3 લાયસન્સ ધારકે કઇ શરતોનું પાલન કરવાનું રહેશે ?
લાયસન્સ ધારકે ખરીદેલ લીકરના જથ્થાની નિયત કરેલ નમુનામાં ખરીદ અને વેચાણના હિસાબો રાખવાના રહેશે અને સમગ્ર વિસ્તારને સી.સી.ટી.વી સર્વેલન્સ હેઠળ રાખવાનું રહેશે.

7) ગીફટ સીટી વિસ્તાર સિવાય અન્ય કોઇ જગ્યાએ લીકર સેવન કરી શકાશે?

એફ.એલ-૩ લાયસંન્સ હેઠળ અધિકૃત કરેલ વિસ્તારમાં જ લીકરનું સેવન કરી શકાશે.

8) એફ.એલ. ૩ લાયસન્સ ધારક, લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારક કાયદા નિયમોનો ભંગ કરે તો શું?

લાયસન્સ ધારક,લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારક જો કાયદા,નિયમો કે સુચનાનો ભંગ કરશે તો ગુજરાત નશાબંધી અધિનિયમ-૧૯૪૯ તથા અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ શિક્ષાત્મક પગલા લેવાની કાર્યવાહી કરવામાં આવશે.

9) લાયસન્સ મેળવનારે અન્ય કઇ કઇ મંજુરી મેળવવાની રહેશે ?
લાયસન્સ મેળવનારે પોતાના હોટલ/કલબ/રેસ્ટોરન્ટમાં ખાન-પાન માટે સક્ષમ સત્તાધિકારી પાસે ખાન-પાન અગેનું લાયસન્સ,ફુડ સેફટી લાઈસન્સ તથા અન્ય જરૂરી પરવાના મેળવવાના રહેશે

10) એફ.એલ.3 લાયસન્સ ધારક રાજ્યના અન્ય પરમીટ ધારને લિકર વેચાણ કરી શકાશે ?
ના

11) લાયસન્સના સ્થળ સિવાય અન્ય કોઇ જગ્યાએ લીકર પીરસી શકશે કે કેમ?
ના લાયસન્સ જે સ્થળે મંજુર કર્યુ હોય તે સિવાય અન્ય કોઇ સ્થળે લીકર પીરસી શકશે નહી.

12) એફ.એલ-3 લાયસન્સવાળા સ્થળમાં કોણ પ્રવેશ કરી શકશે?
લિકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારક જ જરૂરી ખરાઇ બાદ પ્રવેશ કરી શકશે.

13) વિદેશી દારૂનું સેવન કરનાર વ્યક્તિ સેવન કર્યા બાદ વાહન ચલાવી શકશે?
ના. વિદેશી દારૂનું સેવન કરનાર વ્યક્તિ સેવન કર્યા બાદ વાહન ચલાવી શકશે નહિ

14) લીકર સેવન કરવા અંગે ઉંમર મર્યાદાની જોગવાઇ શું છે?
૨૧ વર્ષથી ઉપરની વયના વ્યક્તિને લિકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ આપવામા આવશે.

15) પરમીટ લેનારે કયા કાયદાનું પાલન કરવાનુ રહેશે?
લિકર એકસેસ પરમીટ, ટેમ્પરરી પરમીટ અને એફ.એલ-૩ લાઈસન્સ ધારકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રવર્તમાન તમામ કાયદા અને નિયમોનું પાલન કરવાનું રહેશે.

16) હાલ રાજ્યમાં વીઝીટર અને ટુરીસ્ટ પરમીટ અંગે શું જોગવાઇ છે ?
બીજા રાજ્યના કે વિદેશી નાગરિકને નિયમોની જોગવાઇ અનુસાર નિયત આધારો રજુ કર્યેથી જે તે વ્યક્તિને પોતાના અંગત ઉપયોગ માટે વીઝીટર અને ટુરીસ્ટ પરમીટ આપવામાં આવી રહેલ છે,જેના માટે ઓનલાઇ ઇ- પરમીટ પોર્ટલ કાર્યરત છે

17) લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારકે શી કાળજી લેવાની રહેશે?
લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારક લીકરનુ સેવન કર્યા બાદ વાહન હંકારી શકશે નહિ. તેમજ પરમીટ અંગેના દસ્તાવેજો પોતાની સાથે રાખવાના રહેશે અને સક્ષમ ઓથોરિટીને માંગણી કર્યેથી રજુ કરવાના રહેશે.

48 કલાકમાં જ 107 લોકોએ કલબની મેમ્બરશિપ મેળવી

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ બાદ હવે ગિફ્ટ સિટી ક્લબની મેમ્બરશીપ લેવા ઈન્કવાયરીમાં વધારો થયો છે. આ તરફ દારૂ મુક્તિ મળતા ગિફ્ટ સિટી ક્લબમાં નવા સભ્યો પણ નોંધાયા છે. ગાંધીનગર ગિફ્ટસિટી ક્લબમાં હાલ મેમ્બરશીપનો ભાવ 7 લાખ છે. રાજ્ય સરકારે અહીં દારૂ પીવાની છૂટ આપતા ગિફ્ટસિટી ક્લબમાં માત્ર 48 કલાકમાંજ 107 લોકોએ મેમ્બરશીપ મેળવી છે. મળતી માહિતી અનુસાર ગિફ્ટસિટી ક્લબે મેમ્બરશીપ માં જ રૂ 7.49 કરોડની કમાણી કરી લીધી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement