ગોંડલ યાર્ડમાં પ્રતિબંધિત ચાઈનીઝ લસણ કોણે ઘુસાડ્યું? કોણે મોકલ્યું? તપાસ શરૂ
11:50 AM Sep 07, 2024 IST | Bhumika
Advertisement
ગોંડલ નાં અગ્રીમ ગણાતા માર્કેટ યાર્ડ માં કોઈ ખેડુત દ્વારા દેશ માં પ્રતિબંધિત ચાઇના નાં લસણ નાં 30 જેટલા કટ્ટા ઘુસી આવ્યા હોય વેપારીઓ એ યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાનું ધ્યાન દોરતા તેમણે ચાઇના નાં લસણ અંગે રાજ્ય સરકાર નું માર્ગદર્શન માંગી લસણ કોણે મોકલ્યુ તે અંગે તપાસ હાથ ધરી છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર કટ્ટાની આવકનાં જથ્થામાં ચાઇનાનાં લસણનાં 30 કટ્ટા યાર્ડનાં કર્મચારીઓને નજરે પડતા તુરંત યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.દરમિયાન યાર્ડનાં વેપારીઓ ને દેશ માં જેના પર પ્રતિબંધ મુકાયો છે તે ચાઈના નુ લસણ યાર્ડ માં ઘુસ્યાની જાણ થતા તેમણે પણ સતાધીશોને રજુઆત કરી હતી.
Advertisement
Advertisement