નવાગામના યુવાનને ઝેર આપી હત્યા કોણે કરી? તપાસનો ધમધમાટ
છ ડિસમ્બરે યુવાન ઘરેથી નીકળી ગયા બાદ માલિયાસણ પાસેથી લાશ મળી હતી
શહેરના કુવાડવા રોડ પર આવેલા નવાગામ આણંદપરમાં રંગીલા સોસાયટીની બાજુમાં આવેલી આરાધના સોસાયટીમાં રહેતો મંડપ સર્વિસ અને પાન મસાલાના ધંધાર્થી યુવાન ઘનશ્યામભાઇ છગનભાઇ મેર-કોળી (ઉ.વ.32) આઠ મહિના પહેલા તા. 6-12-23ના રોજ ઘરેથી રાતે નીકળ્યા બાદ ગૂમ થઇ જતાં પરિવારજનોએ શોધખોળ શરૂૂ કરી હતી. બાદમાં ત્રીજા દિવસે એટલે કે 9મી ડિસેમ્બરની બપોરે તેની લાશ માલિયાસણ ગામે ખેરડી જતાં રીંગ રોડ પરથી મળી હતી. આ બનાવમાં જે તે વખતે મૃતકના પરિવારજનો તરફથી શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ બનાવમાં હત્યાનો ગુનો દાખલ કરાયો છે. ઘનશ્યામ મેરને ઝેર આપી મોતને ઘાટ ઉતારનાર કોણ? તેની તપાસ શરૂૂ થઇ છે.
જે તે વખતે ઘનશ્યામના શરીર પર ઇજાઓના નિશાન હતાં. પોસ્ટમોર્ટમ થતાં ઝેરથી મોત થયાનું ખુલ્યું હતું. દરમિયાન આ મામલે પિતા છગનભાઇ મનજીભાઇ મેર દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાંઆવી હતી. આ મામલે કુવાડવા પોલીસે છગનભાઇ મેર (ઉ.વ.55-રહે. આરાધના સોસાયટી રંગીલા સોસાયટી પાસે નવાગામ આણંદપર)ની ફરિયાદ પરથી અજાણ્યા વિરૂૂધ્ધ આઇપીસી 302 મુજબ ગુનો હત્યાનો ગુનો નોંધ્યો છે.
હત્યાનો ભોગ બનનાર ઘનશ્યામભાઇ પિતા સાથે મંડપ સર્વિસમાં કામ કરવા સાથે પાનની દૂકાન પણ ચલાવતો હતો. તેને એક પુત્ર અને એક પુત્રી છે. 6 ડિસેમ્બર-2023ના રોજ રાતે તે ઘરેથી નીકળ્યા બદા ગૂમ થયા પછી ત્રીજા દિવસે 9મી ડિસેમ્બરે માલિયાસણ ગામે નવા રીંગ રોડ તરફ ખેરડીના રસ્તેથી લાશ મળી હતી. પિતાએ જે તે વખતે જ હત્યાની શંકા દર્શાવી હતી. દરમિયાન હવે પીઆઇ બી. પી. રજયા અને ટીમે ગુનો નોંધી ઘનશ્યામને કોણે ઝેર આપી હત્યા કરી? તે અંગે કુવાડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.