For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પહેલાં મરઘી આવી કે ઈંડું: પાર્ટી પ્લોટના સીલનું કોકડું ગુંચવાયું

04:25 PM Jul 19, 2024 IST | admin
પહેલાં મરઘી આવી કે ઈંડું  પાર્ટી પ્લોટના સીલનું કોકડું ગુંચવાયું

ફાયર એનઓસી આપો તો પ્લાન મંજૂર થાય પરંતુ ફાયર એનઓસી માટે પ્લાન મંજૂર હોવાનો આગ્રહ રખાતા સરકારમાં રજૂઆતની સંચાલકોની તૈયારી

Advertisement

ટીઆરપી ગેમઝોન દૂર્ઘટના બાદ ફાયર એનઓસી અને બાંધકામ પરમીશન અંતર્ગત મહાનગરપાલિકાએ મહાઝુંબેશ હાથ ધરી 600થી વધુ શાળા-હોસ્પિટલ, કોમર્શીયલ બિલ્ડીંગ, લગ્ન હોલ, પાર્ટીપ્લોટ સહિતના એકમો સીલ કરી દીધા છે. જે હાલ શરતોને આધિન ખોલવામાં આવ્યા છે. જેમાં ફાયર એનઓસી અને બીયુ સર્ટી લીધા બાદ પરમનન્ટ ખોલી આપવામાં આવશે પરંતુ આ તમામ એકમો પૈકી પાર્ટીપ્લોટના સંચાલકો સીલ ખોલવા મુદદ્દે મુંઝાઈ ગયા છે. કારણ કે, બીયુ સર્ટી માટે ફાયર એનઓસી માંગવામાં આવી રહી છે.

જ્યારે ફાયર એનઓસી લેવા જાય ત્યારે બીયુ સર્ટી માંગવામાં આવતું હોય બેમાંથી એક પણ સર્ટી નિકળી ન શકવાથી સીલ ખુલી શકે તેમ ન હોવાથી 70થી વધુ પાર્ટી પ્લોટના સંચાલકો આ મુદ્દે સરકારમાં રજૂઆત કરવાના હોવાનું જાણવા મળેલ છે.

Advertisement

મહાનગરપાલિકા દ્વારા બીયુ સર્ટી અને ફાયર એનઓસી મુદ્દે ચેકીંગ ઝુંબેશ હાથ ધરી એકમો સીલ કરવામાં આવ્યા હતાં. જે તમામ હાલમાં શરતોને આધિન ખોલી નાખવામાં આવ્યા છે. પરંતુ 70થી વધુ પાર્ટી પ્લોટના સીલ ખુલી શકે તેમ ન હોવાનું જાણવા મળેલ છે. કારણ કે, વર્ષો પહેેલા પાર્ટીપ્લોટ બનાવવામાં આવેલ ત્યારે મોટાભાગનો વિસ્તાર રૂડામાં આવતો હતો. તેવી જ રીતે પાર્ટી પ્લોટમાં પણ 80% જમીન ખાલી રાખવામાં આવતી હોય છે. ખુલ્લો પ્લોટ રખાતો હોય છે. અને મોટાભાગના પાર્ટીપ્લોટમાં બે-ચાર રૂમ અથવા શેડ બનાવી પાર્ટી પ્લોટ ભાડેથી અપાતો હોય છે.

આથી તેના માટે બાંધકામ પરમીશન લેવામાં આવતી નથી. અને લીધેલ પણ નથી. આથી હવે મહાનગરપાલિકાએ સીલીંગ કામગીરી ચાલુ કરી જૂના રૂડાના વિસ્તારો કે જે હાલમાં મનપાની હદમાં ભળી ગયા છે. તેવા વિસ્તારોમાં પાર્ટીપ્લોટ સીલ કરી દીધા છે. આથી પાર્ટીપ્લોટના સંચાલકો બીયુ પરમીશન માટે ટાઉન પ્લાનીંગ વિભાગમાં અરજી કરે તો તેઓને ફાયર એનઓસી રજૂ કરો તેમ જણાવવામાં આવે છે. જેથીસંચાલકો ફાયર એનઓસી માટે ફાયર વિભાગમાં અરજી કરે તો ફાયર વિભાગ દ્વારા બીયુ સર્ટી રજૂ કરો તેમ જણાવાતા કોકડું ગુંચવાઈ ગયું છે. અને સંચાલકો દ્વારા આ બાબતે સરકારમાં રજૂઆત કરવાની તૈયારી કરેલ છે. જ્યારે બીજી તરફ ફાયર વિભાગના જણાવ્યા મુજબ ઈમ્પેક્ટ ફી અંતર્ગત જે મિલ્કતો કાયદેસર થઈ હોય તો તેનું સર્ટી રજૂ કરવું ફરજિયાત છે. અને સરકાર દ્વારા પણ આ મુદ્દે કોઈ જાતની સુચના આપવામાં આવેલ ન હોય હાલ ફાયર વિભાગ એસઓપી મુજબ કામગીરી કરી રહ્યું છે.

જો સરકાર સુચના આપશે તો બીયુ સર્ટી વગર ફાયર એનઓસી આપી શકશું અથવા ફાયર એનઓસી વગર બીયુ સર્ટી મળી શકશે હાલ આ મુદ્દે મહાનગરપાલિકા દ્વારા સત્તા ન હોવાથી કોઈ જાતની કાર્યવાહી થઈ શકે તેમ નથી આથી 70થી વધુ પાર્ટી પ્લોટના સંચાલકો દ્વિધામાં મુકાઈ ગયા છે અને સરકારમાં રજૂઆત કરવાના હોવાનું જાણવા મળેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement