ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જેલમાં રહેનાર કે મહેલમાં સૌને કર્મનું બંધન છે: પૂ.મોરારિબાપુ

03:55 PM Nov 26, 2024 IST | Bhumika
Advertisement

બાપુએ જેલના કેદીઓ માટે બનાવેલા ભોજનની ભિક્ષા લીધી, કેદીઓને સજા પૂર્ણ થયા બાદ તલગાજરડા આવવાનું આમંત્રણ આપ્યું

Advertisement

કથાકાર મોરારીબાપુએ જેલના કેદીઓ માટે બનાવેલા ભોજનની લીધી ભિક્ષા કહ્યું,જેલમાં રહેનાર કે મહેલમાં રહેનારને સૌને કર્મનું બંધન છે!

મોરારિ બાપુએ જેલ સાથેના પોતાના જૂના સંસ્મરણો વાગોળ્યા હતા. મોરારી બાપુએ કહ્યું હતું કે ભાવનગર કથા દરમિયાન હું સાત દિવસ જેલમાં રોકાયો હતો. ભાવનગર કથા હતી ત્યારે મેં રાજ્ય સરકાર પાસે જેલમાં રહેવાની પરવાનગી માંગી હતી અને સરકારે મને પરવાનગી આપી હતી જેના કારણે ભાવનગરની જેલમાં હું રહ્યો હતો.કથાકાર મોરારીબાપુએ જેલના કેદીઓ માટે બનાવેલા ભોજનની ભીક્ષા લીધી અને કહ્યું,જેલમાં રહેનાર કે મહેલમાં રહેનારને સૌને કર્મનું બંધન છે!

કથાકાર મોરિરાબાપુની રાજકોટમાં માનસ સદ્દભાવના કથા ચાલી રહી છે. મોરારી બાપુ સાત દિવસ રાજકોટના મહેમાન છે ત્યારે તેઓ રાજકોટની મધ્યસ્થ જેલ પહોંચ્યા હતા. મોરારીબાપુએ કેદીઓને સંબોધન કર્યું હતું અને કર્મનો સિદ્ધાંત સમજાવ્યો હતો. ઋણાના બંધનમાં સૌ કોઇ બંધાયેલું છે અને દરેક વ્યક્તિએ પ્રાશ્ચાતાપની ડુબકી લગાવીને નવેસરથી નવજીવન શરૂૂ કરવાની પ્રાર્થના કરી હતી. દરમિયાન મોરારી બાપુએ જેલના કેદીઓ માટે બનાવેલ ભોજનની ભિક્ષા સ્વિકારી હતી.

મોરારી બાપુએ કેદીઓને સંબોધન કરતા કહ્યું હતું કે મારી સંવેદના તમારી સાથે છે આજે તમારા માટે જે ભોજન તૈયાર કર્યું છે તેની હું બાવે ભિક્ષા ગ્રહણ કરીશ. મોરારી બાપુની વિનંતીથી જેલ પ્રશાસન દ્રારા તૈયારી શરૂૂ કરી હતી જો કે મોરિરી બાપુએ આગ્રહ કર્યો હતો કે જે ભોજન કેદીઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે તે જ ભોજન તેના પાત્રમાં આપવા કહ્યું હતું જેથી જેલ કેદીઓ માટે ભોજન તૈયાર કરતા મહારાજ અને એક મહિલા કેદીએ મોરારીબાપુને તેના પાત્રમાં ભોજન રૂૂપી ભિક્ષા આપી હતી.મોરારી બાપુએ કહ્યું હતું કે આજે હું તમારે ત્યાંથી ભિક્ષા લઇ જાવ છું હવે તમે અહીંથી સજા પુરી કરીને તલગાજરડા મારા ઘરે ભિક્ષા લેવા આવજો કહીને મીઠો આવકાર આપ્યો હતો.

કથાકાર મોરારી બાપુએ જેલ સાથેના પોતાના જૂના સંસ્મરણો વાગોળ્યા હતા. મોરારી બાપુએ કહ્યું હતું કે ભાવનગર કથા દરમિયાન હું સાત દિવસ જેલમાં રોકાયો હતો. ભાવનગર કથા હતી ત્યારે મેં રાજ્ય સરકાર પાસે જેલમાં રહેવાની પરવાનગી માંગી હતી અને સરકારે મને પરવાનગી આપી હતી જેના કારણે ભાવનગરની જેલમાં હું રહ્યો હતો. કથાના નિયત સમયે જેલમાંથી હું બહાર જતો હતો અને કથા પુરી થયા બાદ હું જેલમાં આવી જતો હતો. એક સાધુ તરીકે કેદીઓ પ્રત્યે મારી સંવેદના હોવા જોઇએ અને એટલા માટે જ હું જેલમાં રહ્યો હતો.

Tags :
gujaratgujarat newsmorari bapurajkotrajkot news
Advertisement
Next Article
Advertisement