ટીપી સ્કીમ 14માં રોડ-રસ્તાના કબજા કયારે લેશો? મેયરને રજૂઆત
સ્ટ્રીટ લાઇન, ડામર રોડ, ભૂર્ગભ ગટર, બાગબગીચા અને વૃક્ષારોપણ સહિતની કામગીરીથી વિસ્તાર વંચિત
રાજકોટ શહેરમાં છેવાડાના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ આજે પણ મળી નથી જે મુદે તંત્ર દ્વારા ટીપી સ્કીમ મંજૂર થયા બાદ રોડ રસ્તા સહિતની કામગીરી થઇ શકે તેવું જણાવી રહ્યા છે. પરંતુ મોરબી રોડ ઉ5ર મંજૂર થઇ ગયેલ ટીપી સ્કીમ નં.14માં આજ સુધી રોડ રસ્તાનો કબજો ન લેવાતા અને આ વિસ્તારને ભૂર્ગભ, સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધાઓ આજ સુધી ન મળતા આ ટીપી સ્કીમ હેઠળ આવતા ખેડૂત ખાતેદારો દ્વારા આજે મનપાના મેયરને રજૂઆત કરી 20 વર્ષ પહેલા મંજૂર થયેલ ટીપી સ્કીમના વિસ્તારોનો વિકાસ ઝડપી થાય તેમ જણાવ્યુ હતું.
મોરબી રોડ ઉપર 20 વર્ષ પહેલા મંજૂર થયેલ ટીપી સ્કીમ 14 હેઠળ આવતા ખેડૂત ખાતારોએ આજ રોજ મેયરને રજૂઆત કરી જણાવેલ ક રાજકોટ ટી.પી.નં. 14 ના અસર કર્તા ખાતેદાર ખેડુતો છીએ. રાજય સરકાર દ્રારા 2001માં ડ્રાફ પાસ કરવામાં આવેલ છે. અમારી ખેતીની જમીન આ યોજનામાં આવરી લેવામાં આવી છે અમારી જમીનમાં પસાર થતા ટી.પી. રોડનો કબ્જો અમારી સહમતીથી તા.20/21/રર નવેમ્બર 2005 માં અમો ખેડુતો એ સોપી આપેલ છે. શહેરી વિકાસ અધી નિયમ કલમ 48(ક) (1)ની ક્રમાંક અમલ થયા આ રસ્તાનો કબ્જો રાજકોટ મ્યુ. કોર્પોરેશનનો આવેલ છે.
અમો સર્વ ખેડુતોની અરજ છે આ રસ્તાનો મેટલીગ કરી રસ્તા ખુલ્લા કરવા જેથી વિકાસનો અર્થ સરે જે અમારી જમીનમાં આપે કહેલા વિકાસ થઈ શકે અને ટાઉનપ્લાનીગ થઈ શકે. 14 વર્ષ પહેલા રસ્તાનો કબ્જો અમોએ રાજી ખુશીથી સોપેલ છે અને આ રસ્તા ખોલવામાં ઘણો વિલંબ થયો હોય યોજનાનો સાચો હેતુ સરતો નથી તો અમારી અરજ છે સત્વરે આ માંગ અમારી આપ પુરી કરવા વિનંતી હાલ મંજુર થયેલ ટી.પી. સ્કીમ નં-14 રાજકોટના અસરકરતા ખેડુત ખાતેદારો દ્વારા રજૂઆત કરવામાં આવે છે કે આ યોજનામાં તેમની ખેતીની જમીન આવરી લેવામાં આવેલ છે અને રાજ્ય સરકાર દ્વારા 2001 માં ડ્રાફ્ટ કરી તેમજ ટી.પી. સ્કીમ યોજના માથી પસાર થતાં ટી.પી. રોડ નો કબજો અમે ખેડૂતો એ નવેમ્બર 2005 માં સોપી આપેલ છે તેથી આ વિસ્તારનો વિકાસ કરવા તાત્કાલિક ધોરણે, કબજા રોજકામ કરી આપવા, અને ટી.પી.ના ડામર રોડ પાક્કા કરી આપવા તેમજ ટી.પી.ના તમામ રોડ પર સ્ટ્રીટલાઈટ કરી આપવા અને ટી.પી.ના તમામ રોડ ઉપર વૃક્ષારોપણ અને ટી.પી. સ્કીમ માં આવતા બાગ બગીચા તેમજ ભુગર્ભ ગટર અને પીવાના પાણી માટે નળ વગેરે પાયાની સુવિધાઓ તાત્કાલિક ધોરણે ડેવલોપ કરી આપવા તમામ ખેડૂત ખાતેદારો વતી આપને વિનંતી કરીએ છીએ.