પતિએ ફ્રૂટ વેચવા સાથે આવવાની ના પાડતા પત્નીએ એસિડ ગટગટાવ્યું
ભગવતીપરાની પરિણીતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ
શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના પતિએ ફ્રુટ વેચવા સાથે આવવાની ના પાડતા તેણીએ લાગી આવતા એસિડ ગટગટાવી લીધુ હતું. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરામાં દેવીપૂજક વાસમાં રહેતી નિર્મલાબેન દેવાભાઇ ઉધરેજીયા (ઉ.27) નામની પરિણીતાએ આજે સવારે પોતાના ઘરે એસિડ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં નિર્મલાબેન અને તેનો પતિ ફ્રુટ વેંચવાનો કામ કરતા હોય આજે સવારે તેણીને પતિ સાથે ફ્રુટ વેચવા જવું હતું પરંતુ પતિએ કોર્પોરેશન આવે ત્યારે રેકડી લઇને ભાગવુ પડે અને છોકરા લઇને ન આવ્યા તેમ કહીં ફ્રુટ વેચવા સાથે આવવાની ના પાડતા લાગી આવવાથી આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે.