રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મનપાનું નવું બજેટ કેવું હોવું જોઈએ? મેયરે લોકો પાસે સૂચનો મગાવ્યા

04:10 PM Dec 26, 2023 IST | Bhumika
Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના આગામી નાણાકીય વર્ષ:2024-થ25ના અંદાજપત્રમાં લોકોની અપેક્ષાઓનું યોગ્ય પ્રતિબિંબ ઝીલાય, શહેરનો સર્વાંગી અને સમતોલ વિકાસ થાય તેમજ મ્યુનિ. તંત્રની આર્થિક સ્થિતિ વધુ મજબુત થાય તેવા ઉમદા અને પ્રગતિશીલ આશય સાથે મેયરશ્રી નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ. શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ અને દંડક મનીષભાઈ રાડીયાએ રાજકોટના નાગરિકો પાસેથી બજેટ માટે સુચનો આમંત્રિત કરેલ છે.

Advertisement

તેમણે સંયુક્ત યાદીમાં વધુમાં જણાવ્યું હતું કે, બજેટ 2024-થ25માં પણ શહેરનો વિકાસ વેગવાન બને તેમજ લોકોના સ્થાનિક પ્રશ્નોને વાંચા મળી રહે તે માટે નાગરિકો સુચનો આપે તેવો અનુરોધ છે. મ્યુનિસિપલ કોર્પોરેશને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તરીકેની અતિ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવવાની થતી હોઈ તેના વહીવટમાં નાગરિકોના અવાજનો પણ યોગ્ય પડઘો પડે તે ખુબ જ આવકારદાયક બની રહેશે.

મહાનગરપાલિકાના બજેટમાં તંત્રએ કેવી કેવી જનસુવિધાઓ માટે જોગવાઈ કરવી જોઈએ તે વિશે લોકો તરફથી સૂચનો કરવામાં આવે. લોકો મહાનગરપાલિકા પાસેથી કેવી કેવી અપેક્ષા રાખે છે તે વિશે પણ નાગરિકોએ તંત્રને પોતાના બહુમૂલ્ય સુચનો મોકલવા જોઈએ. આ ઉપરાંત મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ યોગ્ય સ્તરે જળવાઈ રહે અને શક્ય હોય તેટલી વધુ મજબુત બને તે માટે કરમાળખા સહિતના નાણાંકીય આયોજનમાં કેવા કેવા પગલાં લઈ શકાય તે વિશે પણ લોકોએ સુચન કરવા જોઈએ. નાગરિકોએ પોતાના સુચનો તા.10-01-2024 સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ વિિંાં://ૂૂૂ.ળિભ. લજ્ઞદ.શક્ષ/ઋજ્ઞળિ ઇીમલયિં જીલલયતશિંજ્ઞક્ષત પર જઈને સુચનો આપી શકશે, તેમ તેઓએ વધુમાં ઉમેર્યું હતું.

Tags :
Additional Collector of Rajkotgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement