For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આ કેવી સરકાર છે? સુરક્ષા પણ આપી શકતી નથી!

01:23 PM Apr 24, 2025 IST | Bhumika
આ કેવી સરકાર છે  સુરક્ષા પણ આપી શકતી નથી

તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે? કેટલી ગાડીઓ હોય છે, આ ટેક્સ પે કરે છે તેનો જીવ જીવ નથી?

Advertisement

સુરતમાં મૃતક શૈલેષ કળથિયાની અંતિમયાત્રા સમયે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી સમક્ષ મૃતકની પત્નીનો આક્રોશ ફાટ્યો

કાશ્મીરમાં ત્રાસવાદી હુમલામાં મોતને ભેટેલા સુરતના શૈલેશ કળથિયા નામના યુવકનો પાર્થિવ દેહ ગત રાત્રે સુરત આવી પહોંચતા આજે સવારે મૃતકની અંતિમ યાત્રા નિકળી હતી. આ સમયે કેન્દ્રીયમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તથા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સમક્ષ મૃતક શૈલેષભાઈના પત્નીએ વિલાપ કરતા ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Advertisement

મૃતક શૈલેષ કળથિયાનો પાર્થિવ દેહ ગતરાત્રે અમદાવાદ લાવવામાં આવ્યો ત્યારથી સી.આર. પાટીલ સાથે રહ્યા હતા. અને આજે સવારે મૃતકની અંતિમ યાત્રા સમયે પણ મૃતકના ઘરે ઉપસ્થિત રહ્યા હતાં.

અંતિમ યાત્રા પૂર્વે મૃતક શૈલેષ કળથિયાના પત્નીએ કેન્દ્રીયમંત્રી સી.આર. પાટીલ સમક્ષ ભારે આક્રોશ ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું કે, આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહી કરતા, જો આપણી સરકારને પોતાની જ સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે... કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે અને ટેક્સ પે કરે છે તેનો જીવ જીવ નથી?

મૃતકની પત્નીએ ત્રાસવાદીના જધન્ય કૃત્યનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, જ્યાં સુધી જીવ ગયો નહીં ત્યા સુધી ઉભો ઉભો હસતો હતો આ કેવી સરકાર છે આપણી? કાશ્મીરનું નામ બદનામ કરો છો, કાશ્મીરમાં કાંઈ વાધો નથી, વાંધો આપણી સરકારની સિક્યુરીટીમાં છે.
આટલા ટુરિસ્ટ ત્યાં હતા ઉપર, પણ એક મિલ્ટ્રીમેન નહીં... કોઈ પોલીસમેન નહીં કોઈ ફેસેલિટી નહીં, કાંઈ જ નહીં, કોઈ મેડિકલ કેમ્પ નહીં, રસ્તાની સુવિધા નહીં, સરકાર ઉપર ભરોસો રાખીને મિલેટ્રી ઉપર ભરોસો રાખીને અમે ઉપર ગયા હતા મિલેટ્રી અમને એવુ કહે છે કે, તમે લોકો ઉપર જાવ છો શું કામ ફરવા?

જો કે, સી.આર. પાટીલ તથા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મૃતક યુવકના પત્નીનો આક્રોશ માત્ર સાંભળતા જ રહી ગયા હતા અને એક શબ્દ પણ ઉચ્ચારી શક્યા નહતાં.
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સુરત શહેરના શૈલેષ કળથિયાની પણ ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. શૈલેષના મૃતદેહને મોડી રાત્રે એર ઈન્ડિયાની ખાસ ફ્લાઇટ દ્વારા સુરત એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સીઆર પાટીલ, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્યો અને અધિકારીઓએ શૈલેષના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

શૈલેષના ભત્રીજા અંકુર સુતરિયાએ જણાવ્યું કે તેમના કાકાનો જન્મદિવસ 23 એપ્રિલે હતો. મૃતક શૈલેષની હત્યા તેના જન્મદિવસના એક દિવસ પહેલા જ કરવામાં આવી હતી. અંકુરે કહ્યું હતું કે, પમારા કાકા-કાકી અને તેમના બાળકો કાશ્મીર ફરવા ગયા હતા. અમને આતંકવાદી હુમલા વિશે મીડિયા દ્વારા ખબર પડી હતી. આ પછી અમે ઘણી વાર ફોન કરવાનો પ્રયાસ કર્યો, પણ સંપર્ક થઈ શક્યો નહીં. અમે ત્યાંના અધિકારીઓ સાથે વાત કરી. તેમણે અમને કહ્યું કે તેમના પરિવારના સભ્યો સુરક્ષિત છે, પરંતુ થોડા સમય પછી અમને કહેવામાં આવ્યું કે કાકાનું અવસાન થયું છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે કડક પગલાં લેવામાં આવે જેથી કોઈ પણ પરિવારને આટલી અસહ્ય પીડા સહન ન કરવી પડે.

Advertisement
Tags :
Advertisement
Advertisement