ફૂડ વિભાગનું ફરી ગયું: ડ્રાયફ્રૂટના સેમ્પલ લીધા
- ખાદ્યચીજોના 26 ધંધાર્થીને ત્યાં ચેકિંગ, સાત નમૂનાની સ્થળ ઉપર ચકાસણી
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ કામગીરી બંધ કરવામાં આવી હોય તેવું એક માસથી લાગી રહ્યં છે. શિવરાત્રીના દિવસે હજારો ભાવિકોએ તપકીરના લોટની પેટીસ ફરાળના નામે દાબી લીધી છતાં ફૂડ વિભાગે ચોપડે કામગીરી બતાવવા આજે ફરી હાસ્યાસ્પદ રીતે ડ્રાયફૂટના સેમ્પલ લઈ દેખાવા ખાતર 26 સ્થળે ચેકીંગ કરી સાત નમુનાની સ્થળ ઉપર ચકાસણી કરી હતી. છતાં હાથ કઈ લાગ્યુ ન હોવાનો રિપોર્ટ તૈયાર કરી નાખ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમે શહેરના માયાણી ચોક -રાજનગર ચોક વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 26 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 11 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 09 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ તેમજ રાજનગર ચોક વિસ્તારમાં આવેલ (01)ક્રિષ્ના મારવાડી પાણીપુરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)પ્રિન્સ શીંગ બેકરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)શ્રીહરિ ભોજનલાય -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04) પટેલ ફાસ્ટફૂડ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)બાલાજી પાન કોલ્ડ્રિક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)બાલાજી ખમણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)રાધે ડેરી - લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08) ગાંધી સોડા શોપ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)જલારામ દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10) ડીલક્સ દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)બાલાજી સાઉથ ઇન્ડિયન- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ હતી. તથા (12)ગણેશ મદ્રાસ કાફે (1 3) પ્રમુખ સોડા શોપ (14) પીઝા સ્ટુડિયો (15)શ્રીનાથજી ગાંઠિયા (16)સંતોષ ડેરી (17)મધુર સોડા શોપ (18)ઢોસા બાઇટ (19)બાબુભાઇ રગડાવાળા (20)જેનીસ ડાઈનિંગ હોલ (21)હરી ઓમ ઢોસા (22)લીંબુ સોડા (23)જય સરદાર રેસ્ટોરેન્ટ (24)શ્રીરામ ચાઇનીઝ પંજાબી (25)રજવાડી આઇસ્ક્રીમ (26)હેવન રેસ્ટોરેન્ટની ચકાસણી કરવામાં આવેલ હતી.
ફૂડ વિભાગ દ્વારા નમુનાની કામગીરી દરમિયાન શ્રીરામ વિજય ડ્રાયફૂટ , ચંદ્રેશનગર મેઇન રોડ રાજકોટ માંથી પીસ્તા 250 ગ્રામ પેકેટ, બાલ્યા ફૂડ્સ બેવેરેજીસ, અમીન માર્ગ, રાજકોટ માથી અજવા ડેટ્સ, ઓરકલે નટ્સ બેરી, રવીરત્ન પાર્ક મેઇન રોડ , રાજકોટ માંથી એરેકલ નટ્સ, એન. કાકુભાઈ ગાંધી, અક્ષર માર્ગ, રાજકોટ માંથી હોલ નટ્સ, શ્રીજી ડ્રાયફૂટ, પંચવટી મેઇન રોડ, રાજકોટ માંથી બ્લેક ફ્રૂટ 500 પેકીંગ સહિત પાંચ સ્થળેથી સેમ્પલ લઈ પુથકરણ અર્થે મોકલી આપ્યા હતાં.