જાણીતા લોક ગાયક વિજય સુવાડા પોલીસ સ્ટેશનમાં થયા હાજર, પોલીસે કરી ધરપકડ, મારા-મારીનો દાખલ થયો હતો કેસ
અમદાવાદમાં જાણીતા લોક ગાયક વિજય સુવાડાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિજય સુવાડા ઓઢવ પોલીસ સ્ટેશનમાં હાજર થતા પોલીસે તેની ધરપકડ કરી છે. થોડાક દિવસ અગાઉ જમીનના વિવાદમાં વિજય સુવાળાએ દિનેશ દેસાઇ સાથે મારા મારી કરી હતી, અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
લોક ગાયક વિજય સુવાડા અને તેમના ભાઈઓ અને મિત્રો વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જેમાં વિજય સુવાડા 20થી વધુ ગાડીઓ અને 10થી વધુ બાઇક પર મિત્રો સાથે ઓઢવમાં હથીયારો લઇને આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ઓઢવ વિસ્તારમાં આવેલા રબારી વસાહતમાં રહેતા અને જમીન લે-વેચનો ધંધો કરતા એસ્ટેટ બ્રોકર દિનેશ દેસાઇએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય ઉર્ફ વિજય સુવાડા રબારી, યુવરાજ ઉર્ફે યુવરાજ સુવાળા રબારી, રાજુ રબારી, વિક્કી, સુરેશ દેસાઇ, મહેશ દેસાઇ, જયેશ દેસાઇ, દીલીપ ઠાકોર, હીરેન દિલવાલા, જીગર ભરવાડ, નવધણસિંહ, ભાથીભા, રેન્ચુ શેઠ સહિત 40થી વધુ લોકો વિરૂદ્ધ ધમકી તેમજ હુમલાની કોશિષ કરવાની ફરિયાદ કરી હતી.
દિનેશ દેસાઈ રાજકીય આગેવાન છે અને રાજકીય કિનનાખોરી રાખીને આ કૃત્ય કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જ્યારે વિજય સુવાડાએ ફરિયાદને ખોટી કહીને પોતાનો બચાવ કર્યો હતો.