ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વેલકમ મોદીજી; 82,950 કરોડના વિકાસ કાર્યોની ભેટ

11:09 AM May 26, 2025 IST | Bhumika
Advertisement

ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ગુજરાત આવેલા PM મોદીનું ‘કેસરિયુ’ સ્વાગત

Advertisement

ઓપરેશન સિંદુર બાદ પ્રથમ વખત ગુજરાતનાં બે દિવસનાં પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ શાનદાર સ્વાગત કરવામા આવ્યુ છે. PMમોદી બે દિવસ દરમ્યાન રૂ. 82,950 કરોડનાં વિકાસ કાર્યોની ગુજરાતને ભેટ આપી છે.

આજે સવારે વડાપ્રધાનનું વડોદરા ખાતે આગમન થયુ હતુ અને એરપોર્ટથી મિલન પાર્ટી પ્લોટ સૂધી ભવ્ય રોડ શો યોજયો હતો. આ પ્રસંગે રોડની બન્ને તરફ લોકોએ ઉભા રહી ‘ભારત માતા કી જય’, અને ‘વંદે માતરમ’ નાં નારા લગાવી વડાપ્રધાનનું અભિવાદન કર્યુ હતુ.

આ ઉપરાંત આજે બપોરે ત્રણ વાગ્યે પણ કચ્છનાં ભૂજ ખાતે એરપોર્ટથી ટાઇમ સ્કવેર સુધી વડાપ્રધાને રોડ શો યોજયો હતો જયારે સાંજે પાંચ વાગ્યે અમદાવાદમાં એરપોર્ટથી ઇન્દીરા બ્રિજ સુધી રોડ શોનુ આયોજન કરાયુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે આ મુલાકાત દરમિયાન તેઓ દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં રૂ. 82,950 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને ગુજરાતને ભેટ આપી હતી આ ભવ્ય કાર્યક્રમોમાં કચ્છ, જામનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, તાપી, મહિસાગર અને વડોદરા જિલ્લા સહિત અનેક વિસ્તારોને આવરી લેવામા આવ્યા છે .

આજે વડાપ્રધાને ભુજ ખાતેથી કચ્છ, જામનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, તાપી અને મહિસાગર જિલ્લાને રૂ. 53,414 કરોડના ખર્ચે 33 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતુ આ પ્રોજેક્ટ્સમાં કંડલા પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર પ્લાન્ટ્સ, પાવર ટ્રાન્સમિશન અને માર્ગ મકાનના વિકાસ કાર્યો સામેલ છે.

લોકાર્પણ થનારા કાર્યોમા જામનગરમાં 220/66 કે.વી. બાબરઝર સબસ્ટેશન, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં 66 કે.વી. HTLS ટ્રાન્સમિશન લાઇનો, મોરબીમાં 11 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ, કચ્છના મંજલ અને લાકડિયા ખાતે 10 મેગાવોટ અને 35 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ, જામનગરના બાબરઝરમાં 210 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ, ગાંધીધામની ડી.પી.એ. પ્રશાસનિક કચેરીમાં સેન્ટર ઑફ એક્સેલન્સ, માતાના મઢ ખાતે મંદિર પરિસરનો વિકાસ વગેરેનો સમાવેશ થયો છે .

ખાતમુહૂર્ત થનારા કાર્યોમા ખાવડા નવનિર્મિત રિન્યુએબલ એનર્જી ઝોનમાંથી વીજ પુરવઠા AP આ 800 કે.વી. HVDC પ્રોજેક્ટ, ખાવડા રીન્યુએબલ પાર્કમાંથી વધારાની 7 GW વીજ પુરવઠા માટે ટ્રાન્સમિશન સિસ્ટમ, મહિસાગરમાં કડાણા હાઈડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટના 60 મેગાવોટ યુનિટ માટે પમ્પ મોડ ઓપરેશન, કચ્છના ગાંધીધામ શહેરમાં વાવાઝોડા પ્રતિરોધક અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ નેટવર્ક, ભુજથી નખત્રાણા સુધી ચાર લેન હાઈ સ્પીડ કોરિડોર, કંડલા ખાતે 10 મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન સુવિધા, કંડલામાં 3 રોડ ઓવર બ્રિજ (ROB) નું નિર્માણ અને ધોળાવીરા ખાતે પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણનો સમાવેશ થાય છે .

ઉપરાંત આજે દાહોદના ખરોડ ખાતે વડાપ્રધાન રેલવે સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના રૂ. 24 હજાર કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યુ હતુ.

રેલવે પ્રોજેક્ટ્સમા રૂ. 21,405 કરોડના ખર્ચે નિર્માણ થયેલ લોકો મેન્યુફેક્ચરિંગ શોપ રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ. આણંદ ગોધરા, મહેસાણા પાલનપુર, રાજકોટ હડમતીયા રેલ લાઇનના ડબલિંગ કામ, સાબરમતી બોટાદ 107 કિ.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ કડી કટોસણ રેલ લાઈન ગેજ પરિવર્તન સહિત કુલ રૂ. 23,692 કરોડના રેલવે કામોનું લોકાર્પણ. તેઓ દાહોદમાં 9000 ઇંઙનું પ્રથમ લોકોમોટિવ એન્જિન પણ દેશને સમર્પિત કર્યુ હતું.

પાણી પુરવઠા યોજનાઓમાં મહિસાગર અને દાહોદ જિલ્લાના 193 ગામો અને એક શહેરની 4.62 લાખ વસ્તીને 100 એલ.પી.સી.ડી મુજબ શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે રૂ. 181 કરોડના પીવાના પાણીની ચાર સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું તથા શહેરી વિકાસ અને પોલીસ હાઉસિંગમા દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત નગરપાલિકા ભવન, આદિવાસી મ્યુઝિયમ સહિત રૂ. 233 કરોડના વિકાસ કામો અને પોલીસ હાઉસિંગના રૂ. 53 કરોડના કામોનું લોકાર્પણ કર્યુ હતુ.

માર્ગ અને પુલના ખાતમુહૂર્તમાં વડોદરા જિલ્લામાં સાવલી ટીંબા માર્ગને ચાર માર્ગીય બનાવવા, કાયાવરોહણ સાધલી માર્ગ, જરોદ સમલાયા માર્ગને પહોળા કરવા તેમજ પદમલા રણોલી માર્ગ પર નવા બ્રિજના કુલ રૂ. 581 કરોડના કામોનું ખાતમુહૂર્ત. છોટાઉદેપુર જિલ્લામાં રૂ. 26 કરોડના ખર્ચે નિર્માણ થનાર ભારેજ બ્રિજ અને રૂ. 73 કરોડના ખર્ચે એલ.સી 65 ખાતે નિર્માણ થનાર રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કર્યુ હતુ.

બીજા દિવસે 27મી મેના રોજ વડાપ્રધાન ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે અને શહેરી વિકાસ, માર્ગ અને મકાન, જળ સંસાધન, આરોગ્ય અને મહેસૂલ વિભાગ માટે રૂ. 5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

શહેરી વિકાસ વિભાગ હેઠળ કુલ રૂ. 1,447 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, જેમાં જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢ શહેરના વિકાસ કાર્યોનો સમાવેશ. રૂ. 1,347 કરોડના શહેરી વિકાસના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત, જેમાં અમદાવાદ ખાતે રૂ. 1000 કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 3ના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. 1006 કરોડના ખર્ચે તૈયાર થયેલા 22,000થી વધુ રહેણાંક એકમોનું લોકાર્પણ.

અન્ય વિભાગો: રોડ અને બિલ્ડિંગ વિભાગ હેઠળ રૂ. 170 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. જળ સંસાધન વિભાગ હેઠળ રૂ. 1860 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે .
આરોગ્ય સુવિધાઓમા ગાંધીનગર ખાતે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ. અમદાવાદમાં રૂ. 588 કરોડના ખર્ચે ઓપીડી સાથે 1800 બેડ ધરાવતા IPD(ચેપી રોગ માટે 500 બેડની સુવિધા સહિત) નું ખાતમુહૂર્ત કરશે .

Tags :
gujaratgujarat newspm modiPM modi visit gujaratvadodara
Advertisement
Next Article
Advertisement