વેલકમ મોદી : દેવભૂમિ દ્વારકામાં થનગનાટ, વોટર લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાયો
- બેટ દ્વારકા ખાતે રૂા. 965 કરોડના ખર્ચે બનેલા સિગ્નેચર બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે લોકાર્પણ
- આંગણવાડી શાળાઓમાં કાનુડા ઉત્સવ અંતર્ગત વેશભૂષા સ્પર્ધા યોજાઈ, વાતાવરણ કૃષ્ણમય બન્યું
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા. 25 ફેબ્રુઆરીના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે. ત્યારે દ્વારકા નગરીમાં વડાપ્રધાનને આવકારવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. આજરોજ ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો. ગોમતી ઘાટ ખાતે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, દેવભુમિ દ્વારકા તેમજ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દ્વારકાના ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો. જેને પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ નિહાળી અભિભૂત થયા હતા.
આગામી તા. 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે. ત્યારે જિલ્લાની તમામ આંગણવાડીમાં ભગવાન શ્રીકૃષ્ણની થીમ પર નસ્ત્રકાનુડા ઉત્સવસ્ત્રસ્ત્ર અંતર્ગત વેશભૂષા સ્પર્ધા યોજવામાં આવી હતી. જિલ્લાની તમામ 691 આંગણવાડી, 28 સેજા અને 6 ઘટક કચેરી પર કાનુડો ઉત્સવ અંતર્ગત બાળકો વચ્ચે વેશભૂષા સ્પર્ધા યોજવામાં આવી હતી. તમામ 691 આંગણવાડીમાં પ્રથમ ક્રમાંકે વિજેતા બાળકને આંગણવાડી કક્ષાએ, સેજા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. તેમજ આઈ.સી.ડી.એસની આગવી ઓળખ સમા નસ્ત્રપોષણસ્ત્રસ્ત્ર ને રાખીને આંગણવાડીના બાળકોને નસ્ત્રપોષણ-લાડુસ્ત્રસ્ત્ર પ્રસાદ સ્વરૂૂપે આપવામાં આવ્યા હતા.
વહીવટી તંત્ર દ્વારા ગોઠવાતો સજ્જડ બંદોબસ્ત
આગામી રપ-ફેબ્રુઆરી, ર0ર4 ના દિને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઓખા અને બેટ-દ્વારકા વચ્ચે નિર્માણ પામેલા સીગ્નેચર બ્રીજનું લોકાર્પણ કરવા પધારી રહ્યાં છે ત્યારે દ્વારકા શહેર તથા ઓખા, બેટ-દ્વારકામાં જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ વડાપ્રધાનના કાર્યક્રમો જે-જે સ્થળે યોજાનાર છે, તે તમામ સ્થળો ઉપર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જેમાં બેટ-દ્વારકા, દ્વારકા, ઓખા, જગત મંદિર, બેટ-દ્વારકા મંદિર, સીગ્નેચર બ્રીજ, સભા સ્થળ વગેરેની મુલાકાત લઈ બંદોબસ્ત ગોઠવાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડે, અધિક જિલ્લા નિવાસી કલેક્ટર જોટાણીયા, ડીડીઓ ધાનાણી, પ્રાંત અધિકારી એચ.બી. ભગોરા, કે.કે. કરમટા તેમજ અન્ય નવ જેટલા જિલ્લાના જિલ્લા પોલીસ વડા, રપ ડીવાયએસપી, 60 પીઆઈ, 70 પીએસઆઈ, 1પ00 જેટલા પોલીસ કોન્સ્ટેબલો, જીઆરડી સ્ટાફ, હોમગાર્ડઝ જવાનોને વિવિધ પોઈન્ટ ઉપર ફરજ સોંપવામાં આવી છે. બેટ-દ્વારકા સીગ્નેચર બ્રીજના સમગ્ર વિસ્તારમાં શરૃઆતથી અંત સુધી તથા પૂલના ઉદ્ઘાટન વખતે તથા સમગ્ર દિવસમાં વડાપ્રધાનની મુલાકાતના સંદર્ભમાં સીગ્નેચર પૂલની પાસેના વિસ્તારોમાં બોટ પેટ્રોલીંગ સાથે બોટ પર પોલીસની સુરક્ષાની પણ ખાસ વ્યવસ્થા સાથે બેટ-દ્વારકા મંદિરે વડાપ્રધાન દર્શન કરવાના હોય, બેટના અનેક વિસ્તારોમાં ઘરની અગાશીઓ પર દુરબીન સાથે પોલીસની વ્યવસ્થા પણ કરાઈ છે. રપ-ર-ર0ર4 ના મોદીની મુલાકાત વખતે લોકોને તેમના ઘરની અગાશી પર નહીં આવવા તથા રોજેરોજ બેટ-દ્વારકામાં લોકોના ઘેર આવતા મહેમાનોની યાદી પોલીસ દ્વારા મંગાવીને ચેક કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સિગ્નેચર બ્રિજ ‘સુદર્શન સેતુ’ તરીકે ઓળખાશે
સિગ્નેચર બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થનાર છે. ત્યારે આ સિગ્નેચર નામ એ એક સુવિખ્યાત વિદેશી દારૂૂની બ્રાન્ડ હોય અને આ ઐતિહાસિક પુલ ભગવાન શ્રી કૃષ્ણની સ્મૃતિમાં બનાવવામાં આવ્યો હોવાથી આ પુલનું નામ બદલવા માટે તેમજ કોઈ ઐતિહાસિક નામ રાખવા માટે વારંવાર રજૂઆતો અને માંગણીઓ પણ થઈ હતી. જેના અનુસંધાને આ પુલનું નામ ‘સુદર્શન સેતુ’ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. સિગ્નેચર બ્રિજનું નામ સુદર્શન સેતુ કરાયું છે. ભગવાન વિષ્ણુ એટલે કે શ્રીકૃષ્ણના જે હાથમાં રાખવાના જુદા જુદા વસ્તુઓ છે, તેમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મા પ્રખ્યાત છે અને શ્રીકૃષ્ણનું સુદર્શન ચક્ર એ ખૂબ જ પ્રસિદ્ધ હોય અને આ શ્રીકૃષ્ણની યાદ તાજી થાય, તે યાદ સાથે સંકળાયેલો આ પુલ હોવા સાથે આ બ્રિજ પર શ્રી કૃષ્ણની સ્મૃતિઓ, મોરપીંછ અને શ્રીકૃષ્ણના ચિત્રો પણ આકારવામાં આવ્યા છે. ત્યારે શ્રીકૃષ્ણનો નજીકની ચિન્હ, જેમની આસપાસ સદાય બિરાજમાન છે, એવા સુદર્શન નામ ઉપરથી સુદર્શન સેતુ નામ નક્કી થયું છે. જેને ખૂબ જ સાર્થક ગણવામાં આવે છે.
દ્વારકા સહિત 12 રેલવે સ્ટેશનોના પુન: વિકાસનો શિલાન્યાસ
આગામી સોમવાર તારીખ 26 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમગ્ર દેશના 551 સ્ટેશનોના પુન:વિકાસ અને 1500 રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનું શિલાન્યાસ તેમજ ઉદઘાટન કરવા માટે રૂૂ. 40,000 કરોડનો પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે. જેમાં રાજકોટ રેલવે ડિવિઝનના 12 સ્ટેશનોના પુન:વિકાસનો શિલાન્યાસ, 11 રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનું શિલાન્યાસ અને 9 રોડ અંડરપાસનું ઉદ્ઘાટન વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. રાજકોટ ડિવિઝનના 12 સ્ટેશનનો પુન:વિકાસ કરવામાં આવશે. જેમાં રાજકોટ, જામનગર, મોરબી, વાંકાનેર, ભાટિયા, ખંભાળિયા, દ્વારકા, હાપા, પડધરી, કાનાલુસ, થાન અને ઓખા સ્ટેશનનો સમાવેશ થાય છે. આ તમામ સ્ટેશનોના પુન:વિકાસનો કુલ ખર્ચ આશરે 181.42 કરોડ રૂૂપિયા છે. આ સાથે ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે રાજકોટ ડિવિઝનમાં ખંડેરી, ખંભાળિયા, ઓખામઢી, પીપલી, હાપા, જામ વંથલી, સિંધાવદર, વાણીરોડ, મોડપુર, ચણોલ, હડમતિયા, લીલાપુર, જગડવા અને લાખામાંચી માં 11 રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનું શિલાન્યાસ અને 9 રોડ અંડરપાસનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ તમામ બ્રિજના નિર્માણનો કુલ ખર્ચ આશરે રૂૂ. 175.25 કરોડ છે.