ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ: બનાસકાંઠાના થરાદમાં લગ્નના પાંચ દિવસ પહેલા જ વરરાજાનું અકસ્માતમાં મોત

11:00 AM Feb 12, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

બનાસકાંઠાના થરાદના ભોરડુંમાં નાઇ પરિવારના ઘરે પુત્રના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. યુવક મોજડી લેવા માટે રાજસ્થાનના સાચોર ગયો હતો અને પરત ફરતી વખતે બાવળ સાથે બાઈક અથડાતા તેનું મોત થયું હતું. પુત્રના મોતથી જે ઘરમાં પાંચ દિવસ બાદ શરણાઈઓ ગુંજવાની હતા ત્યાં માતમ છવાયો હતો.

મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના થરાદના ભોરડુ ગામમાં રહેતા રાણાભાઈ નાઇનો પુત્ર વિપુલ વડોદરામાં કેટેરર્સનું કામ કરતો હતો. પાંચ દિવસ બાદ તેના લગ્ન હતા. નાઇ પરિવારના ઘરે ખુશીનો માહોલ હતો. વિપુલ મિત્ર સાથે મોજડી લેવા માટે રાજસ્થાના સાચોર ગયો હતો. સાચોરથી મોજડી ખરીદીને વિપુલ મિત્ર સાથે પરત ફરી રહ્યો હતો આ દરમિયાન મેસરા ગામના પાટી પાસે રસ્તા પર બાવળનું ઠોઠુ પડ્યું હતું. બાઇકએ ઠોઠા સાથે અથડાતા વિપુલ અને તેનો મિત્ર નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં વિપુલનું ઘતાસ્થ્લે જ મોત થયું હતું.

અકસ્માતની જાણ થતાં જ રાહદારીઓ એકઠા થયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ગંભીર ઇજાઓ પહોંચતા વિપુલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેના મિત્રને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

Tags :
BanaskanthaBanaskantha newsdeathGroom deathgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement