ચાર વનરાજો વચ્ચે ખુંખાર લડાઇ, લંગડા અને ભૂરાનો વિજય
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં સાવજ અને દીપડાની વધતી વસતી સાથે વિચરણ પણ વધવા લાગ્યું છે.ત્રાપજ ગામ ની એક વાડી મા પ્રથમ વખત આજે ખેડૂતે દીપડા ને પોતાની વાડી માંથી પસાર થતો જોયો.બીજી તરફ અહીં બે-બે ના જૂથ સાથે વિચરણ કરતા નર સિંહ વચ્ચે વિસ્તાર પર હક્ક જમાવવા માટે ખુંખાર જંગ ખેલાયો હતો. જેમાં લંગડા અને ભૂરા નો વિજય થયો હતો. જેમાં એક સિંહ ને વધુ ઇજાઓ હોવાનું માલુમ પડતા 36 કલાક ની મહેનત રંગ લાવી હતી ને સિંહ નું રેસ્ક્યુ કરી ને સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો.
તળાજા વન વિભાગ ના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાજુ ઝીંઝુવાડિયા એ જણાવ્યું હતુ કે હાલ તળાજા વિસ્તારમાં મા બે સિંહણ, અને ચાર સિંહ વિચરણ કરે છે.બંને સિંહણ સાથે છે.તો બે બે સિંહ ની જોડી છે.એક જોડીના સિંહને ભૂરો અને લંગડો તરીકે ઓળખવામાં આવે છે.બીજા બેને પાઠડા તરીકે નર સિંહ વચ્ચે વિસ્તાર અને સિંહણ પર હક્ક જમાવવાના મામલે લડાઈ થતી હોય છે.આ લડાઈ ખુંખાર હોય છે. ક્યારેક સિંહનું મોતપણ થતું હોય છે.
આ લડાઈનું હવે તળાજા પણ સાક્ષી બન્યું છે. ભૂરો અને લંગડાની જોડી સાથે બંને પાઠડા ની લડાઈ થઈ હતી.જેમાં ભૂરા અને લંગડાની જીત થઈ હતી.બે પૈકીનો એક પાઠડા ને માથાના ભાગે ગંભીર ઇજાઓના વાવડના પગલે તેને શોધીને સારવાર માટે લઈ જવો જરૂૂરી હતો. આથી ફોરેસ્ટ ટીમના મહિલા કર્મી મમતાબેન ચૌહાણ, નિર્મળસિંહ ગોહિલ, શૈલેષભાઇ વાઘેલા, પંકજસિંહ સરવૈયા, અશોકસિંહ ગોહિલ, દશરથસિંહ સરવૈયા, ઇન્દુભા ગોહિલ, કૈલાસભાઈ ચૌહાણ એ સતત 36 કલાક આ ઠંડી મા મહેનત કરીને સિંહને સખવદર નજીકથી શોધી ડો.જે.પી.દેસાઈ ની મદદ થી પાંજરે પુરી ને સારવાર માટે લઈ જવામાં આવેલ.ઝીંઝુવાડિયા એ લંગડા સિંહ વિશે જણાવ્યું હતુ કે તેને પગમાં ફ્રેક્ચર છે.તેની પણ સારવાર થયેલ છે.પરંતુ તે લંગડો ચાલતો હોવાથી તેંનું નામ લંગડો રાખવામાં આવેલ છે.તે ઇનફાઈટ મા જીતી ગયો હતો.