For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગર મહાનગર પાલિકા દ્વારા GIS સોફ્ટવેરનું અમલીકરણ શરૂ

01:26 PM Dec 13, 2025 IST | Bhumika
જામનગર મહાનગર પાલિકા દ્વારા gis સોફ્ટવેરનું અમલીકરણ શરૂ

જામનગર મહાનગરપાલિકા જીઆઈએસ આરએફપી ના કાર્યક્ષેત્ર મુજબ જીઆઈએસ સોફ્ટવેરનું અમલીકરણ કરી રહી છે, જે મહાનગરપાલિકાના વિભાગોને તેમની પ્રતિદિન સંચાલન પ્રવૃત્તિઓ, નિર્ણય લેવાની પ્રક્રિયા અને આવક માં એકંદરે લાભદાયી સાબિત થઇ છે. જીઆઈએસ સોફ્ટવેર, પ્રોપર્ટી ડેટાના નકશાંકન (મેપિંગ) અને જોડાણ સાથે, મિલકત વેરાની વસૂલાતની સારી સમજ પૂરી પાડે છે અને વેરા પ્રણાલીમાં ન હોય તેવી મિલકતોની ઓળખ કરવામાં મદદ કરે છે.

Advertisement

સેટેલાઇટ ઇમેજીસ નો ઉપયોગ કરીને જમીનના ફેરફારની શોધ (ચેન્જ ડિટેક્શન), શહેરના વિકાસની પેટર્ન અને ચોક્કસ શ્રેણીમાંથી જમીનના ઉપયોગમાં થતા ફેરફારોને જાણવામાં સક્ષમ બનાવે છે. જેમ કે: કેટલી જમીન હવે બાંધકામ (બિલ્ટ-અપ) માં વપરાય છે, કેટલો વિસ્તાર ગ્રીન કવર હેઠળ આવરી લેવાયો છે, ખુલ્લી જમીનમાંથી કેટલી જમીન બાંધકામમાં તબદીલ થઈ છે અથવા ગ્રીન કવર ઘટાડો થયો છે, અને ગેરકાયદેસર દબાણ (એન્ક્રોયમેન્ટ) ની ઓળખ.

વહીવટી સીમાઓ, માસ્ટર પ્લાન, ટીપી સ્કીમ, મિલકત, રસ્તાઓ, પાણી પુરવઠો, ડ્રેનેજ, સ્ટ્રીટલાઇટ અને અન્ય ડેટા સંબંધિત તમામ માહિતીને સેટેલાઇટ ઇમેજીસ સાથે એકત્રિત કરવામાં આવે છે. તેથી, આ સંકલનપૂર્ણ (કોઓર્ડિનેશન) રીતે કાર્ય કરવા અને યોગ્ય રીતે આયોજન કરવા માટે ઉપયોગી છે. જામનગર મહાનગરપાલિકા પાસે જીઆઈએસ સોફ્ટવેરનું કાયમી લાઇસન્સ રહેશે અને તે એડવાન્સ્ડ ફીયર્સ સાથેના તમામ 2 ડી , 3 ડી નકશા અને વિશ્ર્લેષણ ને સપોર્ટ કરે છે.

Advertisement

એજન્સી મેન્ટેનન્સ તબક્કામાં પોતાના મેનપાવર ને નિયુક્ત કરશે, જેઓ જીઆઈએસ સંબંધિત દૈનિક પ્રવૃત્તિઓ કરશે અને વિભાગના કર્મચારીઓને તેમના જીઆઈએસ વપરાશ અને જરૂૂરિયાતો માટે સપોર્ટ પણ આપશે.
ડ્રોન ડેટા નો પણ સપોર્ટેડ છે. તેથી ડ્રોનનો ઉપયોગ કરીને ડેટા જનરેટ કરવો અને કેટલાક મુખ્ય સ્થાનોનું 3.ડી લેઉટ અથવા કેટલીક મહત્વપૂર્ણ ઇવેન્ટ દરમિયાન જ્યાં 3 ડી ડેટા આયોજન માટે ઉપયોગી હોય, તે જનરેટ કરવા માટે તે ફાયદાકારક છે.

જીઆઈએસ સોફ્ટવેર અન્ય સરકારી એજન્સીઓ અથવા કોઈપણ સરકારી કાર્યક્રમમાં ડેટા શેર કરવા સક્ષમ છે જ્યાં જામનગર મહાનગરપાલિકા એ જીઆઈએસ ડેટાને શેર કરવો પડે છે. જેમ કે: અમૃત, પીએમ ગતિશક્તિ, પોલીસ વિભાગ અથવા અન્ય કોઈ પણ.

જીઆઈએસ નાગરિક સેવાઓ અને જાહેરાતો માટે ઉપયોગી થશે. નાગરિકો પ્લોટનો નકશો. જેએમસી દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સુવિધાઓની સ્થાન વિગતોને ઍકસેસ કરી શકે છે. જેએમસી દ્વારા આયોજિત કોઈપણ ઇવેન્ટને નકશા પર તમામ વ્યવસ્થા સાથે સૂચિત કરી શકાય છે, જેમ કે ઇવેન્ટનું સ્થાન, પાર્કિંગની સુવિધા, નજીકનું જાહેર પરિવહન, રસ્તાની કનેકિટવિટી વગેરે.

Advertisement
Tags :
Advertisement
Advertisement