For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હોળી-ધુળેટીમાં રંગની સાથે હથિયારો ઉડ્યા: 15 સ્થળે મારામારી

04:22 PM Mar 26, 2024 IST | Bhumika
હોળી ધુળેટીમાં રંગની સાથે હથિયારો ઉડ્યા  15 સ્થળે મારામારી
  • નજીવા પ્રશ્ર્ને થયેલી બબાલમાં 19 જેટલા લોકોને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા

Advertisement

શહેરમાં તહેવાર ટાણે લુખ્ખા તત્વો બેફામ બનતા હોય તેમ અવારનવાર તહેવારમાં નજીવા પ્રશ્ને મારા મારી થઈ હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે રાજકોટમાં હોળી ધૂળેટીના તહેવારમાં રંગની સાથે હથિયારો પણ ઉડ્યા હોય તેમ જુદા જુદા 15 સ્થળે નજીવા પ્રશ્ને મારા મારી થઈ હતી જેમાં મહિલા સહિત 19 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. મારમારીમાં ઘવાયેલા ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોળી ધૂળેટીના દિવસે સિવિલ હોસ્પિટલનો ઇમર્જન્સી વોર્ડ દર્દીઓથી સતત ધમધમતો રહ્યો હતો.

આ બનવા અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ ઉપર આવેલા ઘંટેશ્વર 25 વારીયામાં રહેતા ભલાભાઇ દલાભાઈ રાઠોડ (ઉ.વ.51), વિશાલ જગદીશભાઈ રાઠોડ (ઉ.વ.20) અને અનિષાબેન વિશાલભાઈ રાઠોડ રાત્રિના પોતાના ઘર પાસે હતા ત્યારે અજાણ્યા શખ્સોએ કુહાડી અને પથ્થર વડે હુમલો કર્યો હતો. જ્યારે યોગરાજસિંહ જીલુભા ઝાલા (ઉ.વ.35) ઉપર પણ અજાણ્યા શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો. બંને પક્ષે છેડતીના પ્રશ્ને મારા મારી થઈ હોવાનું અને બાદમાં સમાધાન થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. બીજા બનાવમાં જામનગર રોડ ઉપર આવેલા સલ્મ ક્વાર્ટરમાં રહેતા યોગેશ રઘુભાઈ ચૌહાણ (ઉ.વ.51)એ હાથ ઉછીના લીધેલા રૂૂ.500 ની ઉઘરાણી અર્થે ગયેલા ઉમેશ નામના શખ્સે દારૂૂના નશામાં માતાએ આપેલા હાથ ઉછીના રૂૂ.500 ની ઉઘરાણી કરી માર માર્યો હતો. ત્રીજા બનાવમાં ગોંડલ રોડ ઉપર આવેલી લોધેશ્વર સોસાયટીમાં ભરત હકાભાઇ જરીયા નામના 40 વર્ષના યુવકને શાંતિભાઈ નામના શખ્સે ઢીકા પાટુનો માર માર્યો હતો. ચોથા બનાવમાં ચુનારાવાડ વિસ્તારમાં રહેતા પ્રતાપ રણજીતભાઈ ધાંધલ નામનો 16 વર્ષનો સગીર રાત્રીના બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે વિજય અને પરાગ સહિતના શખ્સોએ ઝઘડો કરી છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. પાંચમા બનાવમાં મહિકા ગામે આવેલી રાધિકા રેસીડેન્સીમાં રહેતી કાજલબેન કમલેશભાઈ કાચા નામની 40 વર્ષની પરિણીતા સવારના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે તેના પતિએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી માથામાં હાંડો મારી દીધો હતો. પરિણીતાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. છઠ્ઠા બનાવમાં ભાવનગર રોડ ઉપર આઈ.ટી.આઈ પાસે ગૌરીશંકર કમલશંકર શાહ નામના 38 વર્ષના યુવક સાથે ચંદનકુમાર નામના શખ્સે ઝઘડો કરી લોખંડના સળિયા વડે માર માર્યો હતો.

Advertisement

સાતમા બનાવમા રૈયા ગામ ઝુપડપટ્ટીમાં રહેતા ભરતભાઈ લાલજીભાઈ સાડમીયા નામનો 30 વર્ષનો યુવાન બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ઘર પાસે હતો ત્યારે બાવા અને ભગીભાઈ સહિતના શખ્સોએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી પાઇપ વડે માર્યો હતો. આઠમા બનાવમાં રામાપીરના મંદિર પાસે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં સોનુ મહેન્દ્રભાઈ ચૌહાણ નામના 29 વર્ષના યુવાન ઉપર અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. નવમા બનાવમાં રહેતા સુનિલ દિનેશભાઈ પરમાર નામના 20 વર્ષનો યુવાન પોતાના ઘર પાસે હતો ત્યારે સાંજના પાંચ વાગ્યાના સમયે સંજય નામના શખ્સે માર્યો હતો. દસમા બનાવમાં નિતીન મનસુખભાઈ કાવેડીયા નામનો 26 વર્ષનો યુવાન કેસરી હિન્દી પુલ ઉપર હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. અગિયારમાં બનાવમાં રાજકોટ તાલુકાના કાથરોટા ગામે રહેતા ગોપાલ મગનભાઈ મકવાણા નામનો 35 વર્ષનો યુવાન પોતાના ઘર પાસે હતો ત્યાં રાત્રિના અરસામાં જયંતિ, રાહુલ અને કલ્પેશ નામના શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. બારમાં બનાવમાં નાના મવા વિસ્તારમાં આવેલા મોકાજી સર્કલ પાસે રહેતા મીત અતુલભાઇ રાઠોડ નામનો 25 વર્ષનો યુવાન રાત્રિના દસેક વાગ્યાના અરસામાં પુષ્કરધામ મેઇન રોડ ઉપર આવેલ વિમલનગર સોસાયટીમાં હતો ત્યારે સહદેવ અને હેપી નામના શખ્સે છરી વડે હુમલો કર્યો હતો.શહેરના માંડાડુંગર વિસ્તારમાં માન સરોવર પાર્કમાં રહેતા અછતકુમાર રામદાસભાઇ ઉર્ફે સદીકભાઇ ચૌહાણ (ઉ.વ.26) નામના યુવકે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના ઘર નજીક રઘુવંશી હોટેલ હોય ત્યાં મદન નામનો વ્યકિત કામ કરતો હોય જેથી તેમને જમવાનું પાર્સલ કરવાનું કહેતા તેઓએ પાર્સલ નહીં કરવાનું કહેતા મદન નામના કારીગરે ધોકો કાઢી અછતકુમારને મારમાર્યો હતો અને હુમલાથી તેમનો પગ ભાંગી ગયો હતો. આ મામલે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી તેમજ આ અંગે પીએસઆઇ એચ.જે.સોલંકી અને સ્ટાફે તપાસ શરૂ કરી છે.અન્ય બનાવમાં ગોંડલના ચરખડી ગામે રહેતા અજય કનુભાઇ સોલંકી (ઉ.વ.35) નામના યુવક રાજકોટમાં માલધારી ફાટક પાસે આવેલા ઉમીયા ટ્રાન્સપોર્ટમાં હતો. ત્યારે તેનો માલીક મયુરભાઇએ ગાળો આપી પાઇપ વડે હાથે પગે ઇજા કરી હતી.જયારે કોઠારીયા સોલવન્ટ પાસે શીમળાધાર નજીક રહેતા સવીતાબેન ઉર્ફે મીનાબેન ગોપાલભાઇ વાધેલા (ઉ.વ.38)એ પોતાની ફરિયાદમાં પપ્પુભાઇ અને તેમના પત્ની જયોતિબેન સામે ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવ્યું હતું કે, અગાઉ પુત્ર નિલેશ સાથે આરોપી પપ્પુને ઝઘડો થયો હોય જેથી ખાર રાખી નિલેશને ગાળો આપી ધોકા વડે માર માર્યો હતો. તેમજ એકિટવામાં ધોકા મારી નુકસાન કર્યું હતું. ઉપરોકત મારામારીમાં ઘવાયેલા ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  • હરસિદ્ધિ સોસાયટીમાં કારીગરની માથાકૂટમાં સમાઘાન માટે ગયેલા કારખાનેદાર પર હુમલો
  • સ્કોર્પિયોેમાં આવેલા શખ્સોએ એક્ટિવાને ટક્કર મારી પછાડી નુકસાન કર્યું, કારખાનેદારનો મોબાઇલ તોડી નાખ્યો

ગ્રીનલેન્ડ ચોકડી પાસે હરસિધ્ધી સોસાયટીમાં કારીગરોને અજાણ્યા વ્યકિત સાથે બાઇક અથડાતા બન્ને વચ્ચે બોલાચાળી થઇ હતી જેથી કારખાનેદાર બંન્ને પક્ષે સમજાવવા જતા તેમને સ્કોર્પીપોમાં આપેલાં બે સહિત સાત શખ્સોએ હુમલો કર્યો હતો અને એક્ટિવાને મારી નુકસાન કર્યું હતું તેમજ કારખાનેદારનો મોબાઇલ તોડી નાખ્યો હતો. આ અંગે બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
વધુ વિગતો અનુસાર, મોરબી રોડ પર એસ.પી.પેટ્રોલ પંપની સામે વૃંદાવન વિંગ-02માં રહેતા મહેશભાઇ લાલજીભાઇ ખોપાણી (ઉ.વ.43) નામના કારખાનેદાર શૈલેષ રાજા ગમારા, રતન ઉર્ફે રતો અને અજાણ્યા પાંચ માણસે સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓને કુવાડવા રોડ હરસિધ્ધી સોસાયટીમાં ઇમિટેશનનું કારખાનું ધરાવે છે. તેઓને પાર્ટનર કૈલાશભાઇ પીપળીયાને કોલ.. આવ્યો કે, આપણા કારખાનાનાં કારીગરને રસ્તામાં અજાણ્યા વાહન સાથે પોતાનું બાઇક અથડાતા બંન્ને વચ્ચે બોલાચાલી થઇ છે. જેથી મહેશભાઇ ત્યાં પહોંચી જતા ત્યાં ગાળાગાળી કરતાં સામે વાળાને સમજાવવા જતાં એક સ્કોર્પીયોમાં આવેલા શૈલેષ અને રતને ગાડી લઇ એકિટવાને ઠોકરે લઇ પછાડી નુકસાન કર્યું હતું અને કારખાનેદારનો મોબાઇલ તોડી નાખ્યો હતો. આ મામલે કારખાનેદારે બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement