ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગેનીબેન જીત્યા એ દિવસથી તમારા પટ્ટા- બકકલ ઉતારી દઈશું: ગુલાબસિંહ રાજપૂત

02:08 PM Mar 19, 2024 IST | Bhumika
Advertisement

બનાસકાંઠા જિલ્લામાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ ચૂંટણી પ્રચારની સાથે નેતાઓના આક્ષેપ -પ્રતિ આક્ષેપનો દોર પણ શરૂૂ થઈ ગયો છે. બનાસકાંઠાના દિયોદર તાલુકામાં આયોજિત કાર્યક્રમમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ભાજપના નેતાઓની સાથે પોલીસ પર નિશાન સાધ્યું હતું. ગુલાબસિંહ પોલીસને ધમકેભર્યા સ્વરમાં કહ્યું હતું કે, ભાજપનો પ્રેમ હોય તો ભાજપના પટ્ટા પહેરી લેજો નહીં તો આવનાર સમયમા ગેનીબેન જીત્યા એ દિવસથી તમારા પોલીસ પટ્ટા ઉતારી દઈશું.

Advertisement

ગુલાબસિહ કહું હતુ કે, ઘણા બધા પોલીસના લોકો વાવ થરાદમાં લોકોને દબાવવાનું કામ કરી રહ્યા છે. એમને કહેવા માગું છું કે એટલો બધો ભાજપનો પ્રેમ હોય તો ભાજપના પટ્ટા પહેરી લેજો, નહીં તો આવનાર સમાજ ગેનીબેન જીતે એ દિવસથી તમારા પટ્ટા પણ ઉતારી દઈશું.

થરાદના કોંગ્રેસી ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે કહ્યું હતું કે એમની પાસે ડેરી હતી બેંક હતી ગામે ગામ સોસાયટી હતી સરકારી તંત્ર હતું મંત્રી હતા પણ વાવની ખમીરવંતી જનતાએ જે કરી બતાવ્યું એના કારણે ગેનીબેનને ક્યાંય ઓળખાણ આપવી પડતી નથી. એવા લોકો કે જે ગાડી પર ઉભા રહેતા જમીન પર પગ પણ મુકતા ન હતા જેને જમીન પર લાવ્યા આ વખતે પણ આપણે જમીન પર લાવવાના છે જે કામ બનાસકાંઠાની જનતાએ કરવાનું છે.

Tags :
gujaratgujarat newsGulab Singh Rajputpolitical news
Advertisement
Next Article
Advertisement