ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શહેરને લિવેબલ સિટીની હરોળમાં લાવશું: જયમીન ઠાકર

03:39 PM Feb 11, 2025 IST | Bhumika
Advertisement

અનેકવિધ નવી લોકભોગ્ય યોજનાઓના અમલીકરણ કરવાની નેમ સાથે મહાપાલિકાનું કરમુક્ત બજેટ રજૂ કરતા સ્ટે. ચેરમેન

Advertisement

શહેરીજનો પર કરબોજ નાખવાના બદલે આવકના સ્ત્રોત વધુ મજબુત અને નવા સ્ત્રોત ઉભા કરવા તેમજ ખર્ચમાં કરકસર કરવાનો સઘન પ્રયાસ

રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસનની વર્ષ 2021-26ની બીજી ટર્મ દરમ્યાન સ્ટેન્ડિંગ કમિટીએ રાજકોટ મહાનગરપાલિકાના નાણાંકીય વર્ષ 2025-26ના અંદાજપત્રનો પુરતો અભ્યાસ અને ગહન વિચાર વિમર્શ કરી, મહાનગરપાલિકા દ્વારા પુરી પાડવામાં આવતી જાહેર સેવાઓ અને સુવિધાઓ સામે આવકના સ્ત્રોત સહિતના મુદ્દાઓ ધ્યાને લઈ, પુખ્ત ચર્ચા વિચારણા કરી, આજે કમિટીની બેઠકમાં જરૂૂરી સુધારાવધારા સહ અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું છે.

શહેરીજનો માટે દર વર્ષે લોકભોગ્ય યોજનાઓ સાથેનું બજેટ અમલમાં મુકવામાં આવે છે, જેમાં રસ્તાના કામો, સ્ટ્રી ટલાઇટ, ડ્રેનેજ, પીવાનું પાણી, સફાઈ, આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ તો ખરી જ, સાથોસાથ રમત-ગમતની સુવિધા, હરવા-ફરવાના સ્થળો, બાગ-બગીચા, ઘનિષ્ઠ વૃક્ષારોપણ, સિટી બસ, નવી પ્રાથમિક શાળાઓ, નવા કોમ્યુનિટી હોલ, નવી લાયબ્રેરીઓની સુવિધા થકી શહેરીજનોને ઉપલબ્ધ સગવડમાં વધારો કરી, ‘લિવેબીલીટી ઇન્ડેક્ષ’માં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોપયોગી યોજનાકીય કેમ્પ તથા વિવિધ કાર્યક્રમો યોજી, જનતાની સુખાકારી વધારવાના પ્રયત્નો કરવામાં આવે છે. વિશેષમાં, રાજકોટ મહાનગરપાલિકા શહેરીજનોને પર્વો-તહેવારો પર બોલીવુડ નાઇટ, સંગીત-સંધ્યા, હસાયરો, કવિ સંમેલન, લોક ડાયરો સહિતના વિવિધ સાંસ્કૃસતિક કાર્યક્રમો દ્વારા મનોરંજન આપવાની દિશામાં પણ સતત કાર્યરત છે. રાજકોટ આજે ખરા અર્થમાં ‘લિવેબલ સિટી’ બન્યું છે. શહેરને સ્મા ર્ટ, સ્વ ચ્છો તેમજ હરિયાળુ બનાવવા માટે મિયાવાકી પધ્ધટતિ દ્વારા નવા અર્બન ફોરેસ્ટમ વિકસાવી, તેમજ મહત્તમ સ્થટળોએ ઘનિષ્ઠવ વૃક્ષારોપણ કરી, વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે, જેનાથી ‘ગ્રીન કવર’માં પણ સતત વધારો થઇ રહ્યો છે અને પ્રદુષણ પર નિયંત્રણ આવી રહ્યું છે.

‘સૌની યોજના’ અંતર્ગત મૉં નર્મદાના નીર પ્રાપ્ય થવાથી શહેરીજનોએ અગાઉ અનુભવેલ પાણીની ગંભીર સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી ભૂતકાળ બની છે. છેવાડાના માનવી સુધી ગુણવત્તાસભર સેવા-સુવિધાઓ પહોંચે અને પ્રજાજનોની સુખાકારીમાં સતત વધારો થતા, આપણું શહેર વધુ ને વધુ રહેવાલાયક અને વસવાટપાત્ર બને, અને શહેરને ‘લિવેબલ સીટી’ તરીકે અગ્રીમ હરોળમાં સ્થાન પ્રાપ્ત થાય, તે દિશામાં પ્રામાણિક પ્રયત્નો હાથ ધરવાની વર્તમાન શાસકોની નેમ છે.

શાસકો દ્વારા શહેરીજનોના વિશાળ હિતમાં ખૂબ જ મહત્વ ના નિર્ણયો કરવામાં આવેલ છે. ટ્રાફિકથી સતત ધમધમતા હોસ્પિટલ ચોક, નાના મવા ચોક, રામાપીર ચોક, જડ્ડુસ ચોકમાં ફ્લાય ઓવરબ્રિજ તેમજ કે.કે.વી. હોલ ચોકમાં મલ્ટીલેવલ "શ્રી રામ બ્રિજ"નું નિર્માણ કરી, રાજકોટની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પ્રયત્નો કર્યા છે. કાલાવડ રોડ પર નવા રિંગ રોડ પાસે ‘આઈકોનિક બ્રિજ’ નિર્માણ થનાર છે તેમજ સાંઢીયા પુલ પર નવા ફોરલેન બ્રિજના નિર્માણની કામગીરી હાલ ગતિમાં છે.

સાથોસાથ, નવા ભળેલ વિસ્તારોમાં પાયાની તમામ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે વિકાસ કામો તબક્કાવાર શરૂૂ કરવામાં આવેલ છે. શહેરના નવા ભળેલ વિસ્તારોમાં પણ નવી આંગણવાડીઓ, શાળાઓ, આરોગ્ય કેન્દ્રો, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્વિમિંગ પુલ, ઓડિટોરિયમ, બાગ બગીચા, લાઈબ્રેરી, કોમ્યુનિટી હોલ, રોડ રસ્તાઓ, ડ્રેનેજ લાઈનો, પીવાના પાણીની સુવિધા માટે હાઈ પ્રેસર વોટર પાઈપલાઈન, વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટીંગ, સોલાર પેનલ સહિતની જરૂૂરિયાત મુજબની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે શાસકો કટીબદ્ધ છે.

રાજ્ય સરકાર દ્વારા 19 નવેમ્બ ર, 1973ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની રચના કરવામાં આવેલ. ત્યારબાદ, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 1998માં રૈયા, નાના મવા, મવડી વર્ષ 2015માં કોઠારિયા, વાવડી અને છેલ્લે વર્ષ 2020માં ઘંટેશ્વર, માધાપર, મુંજકા, મોટા મવા, મનહરપુર-1 ગ્રામ્યક વિસ્તામરોનો રાજકોટ મહાનગરપાલિકાની હદમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ સાથે મહાનગરનો વિસ્તાર 161 ચો. કિમી. થયેલ છે. શહેરના 18 વોર્ડની અંદાજીત 18 લાખથી પણ વધુ જેટલી માનવ વસતિને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની પડકારજનક ફરજ રાજકોટ મહાનગરપાલિકા સુપેરે નિભાવી રહી છે, તે ખરેખર ગૌરવની બાબત છે.

અડધી સદીની આ સુવર્ણ સફરમાં રાજકોટ મહાનગરપાલિકાએ સમયાંતરે ઘણા પડકારોનો સામનો કર્યો છે. ભારતીય જનતા પક્ષના પુરોગામીઓએ પહેલા ‘જ્યાં માનવી, ત્યાં સુવિધા’નું સુત્ર સાર્થક કર્યું. આગામી વર્ષોમાં નાગરિકોની અપેક્ષાઓ સંતોષાય અને શહેરીજનોની સુખાકારી પણ વધે તેવા શુભ આશયથી શાસક પક્ષ દ્વારા માન. મેયરશ્રી, રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, ધારાસભ્યોા, કોર્પોરેટરશ્રીઓ સાથે સંકલન કરી હાલના તથા પૂર્વ હોદ્દેદારોનું માર્ગદર્શન મેળવી મહાનગરપાલિકાના અંદાજપત્રમાં આ વર્ષે વહીવટી સુધારણા તેમજ અનેકવિધ નવી લોકભોગ્ય યોજનાઓનું અમલીકરણ શરુ કરવામાં આવનાર છે, જેની આછેરી ઝલક આ મુજબ છે.

18 વોર્ડ ઓફિસરો, નાયબ આરોગ્ય અધિકારીઓની કાર પાછી ખેંચાશે

સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા આજે મંજુર કરાયેલ બજેટના કદમાં 6 કરોડનો વધારો કર્યો છે. જેની સામે કમિશનર દ્વારા સુચવવામાં આવેલ 150 કરોડનો કરબોજ રદ કરવામાં આવ્યો છે. ત્યારે 50 કરોડ રૂપિયા નવી યોજના પાછળ ખર્ચાશે છતાં બાકી રહેલા 106 કરોડની આવક માટે મહાનગરપાલિકાએ અનેક નવા નિયમો અને કરકસરનો માર્ગ અપનાવ્યો છે. જેમાં ખાસ કરીને 18 વોર્ડ ઓફિસરોને અપાતી કારની સેવા તેમજ આરોગ્ય સહિતના નાયબ અધિકારીઓને આપવામાં આવતી કારની સુવિધાઓ પરત ખેંચી ટ્રાન્સપોર્ટ વિભાગમાં કરકસર યુક્ત પગલા ભરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

રદ થયેલા કરબોજના 106 કરોડનો આવકનો સ્ત્રોત

મહાનગરપાલિકાના બજેટના કદમાં 6 કરોડનો વધારો કરી સ્ટેન્ડીંગ કમિટિએ 150 કરોડનો કરબોજ રદ કરી દીધો છે. જેની સામે 50 કરોડના નવા 20 કામો અમલમાં મુક્યા છે. છતાં 106 કરોડનું ગાબડુ બુરવા માટે હોર્ડિંગ બોર્ડ તથા એફએસઆઈ અને પ્રોફેસનલ ટેક્સમાં 28 કરોડનો વધારો સુચવવામાં આવ્યો છે. તેવી જ રીતે જકાત ગ્રાન્ટમાંથી અને અન્ય કરકસર કરી બાકીની ઘટ પુરી કરવામાં આવશે. મહેસુલી ખર્ચમાં પણ 50 કરોડનો ખર્ચ ઘટાડો કરવા માટે વિજળી સહિતના પ્રોજેક્ટમાં કરકસર યુક્ત પગલા લઈ રૂપિયા 106 કરોડની ઘટ પુરી કરવામાં આવશે.

દરેક વોર્ડ ઓફિસમાં આધારકાર્ડ નીકળશે, જન્મ-મરણના દાખલા મફત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ જાળવણીને પ્રોત્સાહન મળે તે માટે નાણાકીય વર્ષ 2025-26 દરમ્યાન રાજકોટ શહેરમાં જન્મનાર પ્રત્યેક બાળકો/બાળકીઓના નામે એક-એક વૃક્ષનું વાવેતર કરવામાં આવશે. જેનાથી શહેરના ‘ગ્રીન કવર’માં અને પર્યાવરણની જાળવણી અંગેની જાગૃતિમાં વધારો થશે. જે માટે બજેટમાં રૂૂ.625 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2025-26માં એડવાન્સ મિલકતવેરો ભરપાઈ કરનાર દિવ્યાંગો તથા એકસ આર્મીમેન મિલકતધારકોને પ્રોત્સાહિત કરવા માટે તેઓના નામે એક-એક વૃક્ષનું વાવેતર કરવામાં આવશે. જેનાથી પર્યાવરણના જતનની સાથોસાથ શહેરીજનોમાં દિવ્યાંગજનો પ્રત્યે સંવેદનશીલતા તેમજ આર્મીમેન પ્રત્યેના આદરમાં વધારો થશે. જે માટે બજેટમાં રૂૂ.10 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

બાળકના જન્મ સાથે જ નેમ પ્લેટ સાથે વૃક્ષ વાવવાનું ફરજિયાત

સરકારના યુ.આઇ.ડી.એ.આઇ. દ્વારા અમલી બનાવેલ ‘આધાર’ નોંધણી યોજના હેઠળ નવા આધાર નંબર માટે તેમજ તેમાં સુધારા માટે શહેરમાં મહાનગરપાલિકાના હસ્તકની કચેરીઓ, ઉપરાંત પોસ્ટ ઓફિસો તથા બેન્કો ખાતે જુદા-જુદા સ્થળોએ ઘણાં આધાર કેન્દ્રો કાર્યરત છે. રાજકોટ મહાનગરપાલિકાના ત્રણ ઝોન ખાતેના આધાર કેન્દ્રોમાં શહેરના તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો મોટી સંખ્યામાં આવે છે. શહેરીજનોને લાંબી કતારમાંથી મુક્તિ મળે, પોતાના ઘરથી નજીકના સ્થળે પોતે આધાર નોંધણી કરાવી શકે તેમજ રાજકોટ શહેરની વધતી વસતિ અને વિસ્તારને ધ્યાને લઇ, લોકોની સુવિધા માટે વોર્ડવાઇઝ એક-એક આધાર નોંધણી કીટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે માટે બજેટમાં ₹18 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

રેસકોર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ કાર્યક્રમો-રાસોત્સવ માટે ભાડે અપાશે

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના રેસકોર્ષ સંકુલમાં આવેલ માધવરાય સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમને અદ્યતન બનાવવાનું કામ હાલ ગતિમાં છે. આ સ્ટેડિયમમાં રમત-ગમત ટુર્નામેન્ટ યોજવા ઉપરાંત લગ્ન સમારંભ, દાંડીયા રાસ, મ્યુઝીકલ નાઈટસ સહિતના કોમર્શિયલ હેતુ માટે પણ ભાડે આપવામાં આવશે.(અંદાજિત આવક ₹1 કરોડ) થશે. જેની સામે મહાનગરપાલિકા દ્વારા ક્રિકેટ સ્ટેડિયમનું રિનોવેશન કરવાનો નિર્ણય લીધો છે. રૂા. 4.8 કરોડના ખર્ચે રિનોવેશન થયા બાદ સ્ટેડિયમ સંસ્થાઓ તેમજ અન્ય કાર્યક્રમો માટે ભાડેથી આપવામાં આવશે અને ભાડાના દર આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે.

કાલાવડ રોડ ઉપર થીમબેઝ ઓક્સિજન પાર્ક-ફૂડ કોર્ટ બનશે

શહેરના રાજમાર્ગ કાલાવડ રોડ પર અવધ રોડ પાસે આવેલ ટી.પી. પ્લોટમાં મોડર્ન એલિવેશન અને એસ્કેલેટર તેમજ રેસ્ટોરન્ટની સુવિધા સાથે ‘સ્કાય વોક’ તેમજ થીમ બેઇઝડ ઑક્સિજન પાર્ક બનાવવામાં આવશે. જેનાથી શહેરીજનોને ફૂડ કોર્ટની નવી સુવિધા મળશે સાથોસાથ શહેરની સુંદરતામાં વધારો થશે. જે માટે બજેટમાં રૂૂ.400 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. તેમજ શહેરમાં અન્ય સ્થળોએ સુવિધા હશે તેવા સ્થળોનો સર્વે કરી ઓક્સિઝન પાર્ક બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરાશે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsrmc budget
Advertisement
Next Article
Advertisement