ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રૂડાના ગામો અને આવાસ યોજનાઓમાં પાણી માટે વલખાં

03:34 PM May 02, 2025 IST | Bhumika
Advertisement

ભરઉનાળે બોર ડૂકતાં લાભાર્થીઓની રૂડામાં રજૂઆત, અધિકારીઓ સાઈટ વિઝિટ ન કરતાં હોવાની ફરિયાદ

Advertisement

ઉનાળાના આકરા તાપ વચ્ચે પાણીની જરૂરિયાત વધવાની સામે પાણીના સ્ત્રોતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને રાજકોટના છેવાડાના વિસ્તારોમાં બોર ડુકી ગયા બાદ પાણીની લાઈન ન મળી હોય તેવા વિસ્તારોમાં અત્યારથી પીવાના પાણી માટે તંત્ર દ્વારા ટેન્કર દોડાવવામાં આવી રહ્યા છે. જ્યારે રૂડા હેઠળ આવતા 20 ગામોમાં પૂવાના પાણી મુદ્દે દેકારો બોલી ગયો છે. જેમાં ખાસ કરીને રૂડાની આવાસ યોજનાઓના તમામ બોર ડુકી જતાં અને ટેન્કરો શરૂ ન થતાં મોટાભાગની આવાસ યોજનાઓમાં મોંઘાભાવનું વેચાતુ પાણી લેવાની ફરજ પડી રહી છે અને આ મુદ્દે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં પાણીનો કકળાટ શરૂૂ થઈ ગયો છે અને મહાનગરપાલિકા તથા પાણી પુરવઠા બોર્ડ દ્વારા જ્યાં પાઇપલાઈનથી પાણી આપી શકાતું નથી ત્યાં ટેન્કરો દોડાવવાનું શરૂૂ કર્યું છે, પરંતુ તેમાં પણ વહાલા-દવલાની નીતિ અખત્યાર કરાયાનું બહાર આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં માથાદીઠ 75 લિટર પાણી દૈનિક આપવામાં આવી રહ્યું છે ત્યારે બીજીબાજુ રૂૂડાએ ડેવલપ કરેલા ગામડાંઓની સોસાયટીમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.

પરંતુ રૂડા દ્વારા વર્ષો પહેલા તેમજ હાલમાં તૈયાર કરવામાં આવેલ આવાસ યોજનાઓમાં કરવામાં આવેલા બોર ડુકી જતાં પાણીનો બોકાસો બોલી ગયો છે. અને હજુ બે મહિના પાર કરવા મુશ્કેલ બન્યા છે જેના લીધે રહેવાસીઓ દ્વારા રોજે રોજ પાણી મુદ્દે રૂડામાં રજૂઆતો કરવામાં આવી રહી છે. તેવી જ રીતે આવાસ યોજનાની આજુબાજુના વિસ્તારોમાં પણ લોકો કેરબા લઈને પાણી માટે દોડતા નજરે પડી રહ્યા છે. રૂડાના કામોમાં ટેન્કરથી પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે. પરંતુ આવાસ યોજનાના રહીસોનો કોઈ ભાવ પુછતુ ન હોય આ મુદ્દે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા માટેની તૈયારી આરંભાઈ છે.

રૂડા વિસ્તારના કુલ 50માંથી 20 ગામમાં પીવાના પાણીનો બોકાસો બોલી ગયો છે. પાણી પુરવઠા બોર્ડને રૂડા સાથે સંકલન કરી પાણી વિહોણા ગામોમાં ટેન્કર શરૂ કરવાની સુચના આપવામાં આવી છે. પરંતુ મહિકા, કણકોટ અને ખોખળદડમાં હાલ ટેન્કર શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે બાકીના ગામો દ્વારા આ બાબતે રજૂઆત કરવામાં આવી હોવા છતાં રૂડાના અધિકારીઓ પાણી પ્રશ્ર્ન સાંભળવા સાઈટ વિઝિટ ન કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. તેમજ નાગરિકો રૂબરૂ રજૂઆત માટે જાય તો રૂડા કચેરીએ તેમને સાંભળવા માટે કોઈ અધિકારીઓ હાજર હોતા નથી. તેવી અનેક ફરિયાદો ઉઠવા પામી છે.

શહેરના છેવાડાના વિસ્તારોમાં 490 ટેન્કરોના ફેરા
રૂડાના ગામો અને રૂડા હસ્તકની આવાસ યોજનાઓમાં પીવાના પાણીની મોકાણ શરૂ થઈ ચુકી છે જેની સામે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવતા છેવાડાના વિસ્તાકો કે જ્યાં પીવાના પાણીની લાઈન હજુ સુધી નાખવામાં આવી નથી. તેવા વિસ્તારોમાં રજૂઆત અને માંગના આધારે મનપા દ્વારા 490 ટેન્કરો શરૂ કરવામાં આવ્યા છે જેમાં વેસ્ટઝોનમાં 122 ટેન્કર, સેન્ટ્રલઝોનમાં 190 અને ઈસ્ટ ઝોનમાં 178 ટેન્કર શરૂ કરાયા છે તેમજ અંદાજે 530 નળ કનેક્શન મારફત દરરોજ 400 એમએલડી પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. છતાં અનેક સોસાયટીઓ અને વિસ્તારોમાં ઓછા ફોસથી પાણી મળતા લોકોએ ઘર પાસે ખાડો ખોદીને ખાડામાંથી પાણી ભરવાની ફરજ પડી રહી છે.

પાણી પૂરવઠા બોર્ડને રૂડા સાથે સંકલન કરવા આદેશ
રાજકોટના છેવાડાના વિસ્તારો અને રૂડા હેઠળના 50 પૈકી 20 ગામોમાં પીવાના પાણીની કટોકટી ઉભી થઈ છે તેવી જ રીતે રૂડા હસ્તકની તમામ આવાસ યોજનાઓના બોર ડૂકી જતાં લાભાર્થીઓ પાણી માટે વલખા મારી રહ્યા છે. અને આ મુદ્દે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. ત્યારે પાણી પુરવઠા બોર્ડ દ્વારા અમુક ગામોમાં ટેન્કર મારફતે પાણી વિતરણ શરૂ કરાવમાં આવ્યું છે. જ્યારે બાકી રહેતા વિસ્તારોમાં પીવાનું પાણી પુરુ પાડવા માટે પાણી પુરવઠા બોર્ડને રૂડા સાથે સંકલન કરી ઝડપથી વ્યવસ્થા ઉભી કરવાના આદેશ કરવામાં આવ્યા છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement