ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શહેરની જીવાદોરી સમાન ત્રણ ડેમમાં પાણીના શ્રીગણેશ

05:45 PM Jun 17, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ભાદર-1, આજી-1 અને ન્યારી-1માં નવા નીરની આવક : ઉપરવાસ વરસાદના કારણે આવક વધવાની સંભાવના

Advertisement

રાજકોટ શહેરને પીવાનું પાણી પુરુ પાડતા આજી-1, ન્યારી-1 અને ભાદર-1 ડેમમાં આજે નવી વરસાદી પાણીની આવક શરૂ થઈ છે. શહેરના તમામ એકમોમાં 3 ડેમ ઉપરાંત નર્મદાનીરનું પાઈપલાઈન મારફત પાણી આપવામાં આવી રહ્યું છે. ચોમાસામાં ડેમ છલોછલ ભરાઈ જાય તો પણ ચાર માસમાં ખાલી થઈ જતો હોય છે ત્યાર બાદ સૌનીનું પાણી ઠલવવામાં આવે છે. ત્યારે જ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ત્રણેય ડેમમાં નવા વરસાદી પાણીની આવક થઈ હોવાનું સિંચાઈ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ ગઈકાલે આજી-1ના ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના પગલે ડેમમાં 0.10 ફૂટ નવા વરસાદી પાણીની અવાક થઈ છે. તેવી જ રીતે ભાદર-1માં એક સાથે પોણો ફૂટ નવું પાણી આવ્યું છે અને ન્યારી-1 ડેમમાં પણ 0.33 ફૂટ નવા વરસાદી પાણીની આવક નોંધાઈ છે. ભાદર ડેમમાં રાજકોટ શહેર માટે ચાર માસ જેટલું પાણી હતું તેમજ આજીમાં ત્રણ માસ અને ન્યારી-1 ડેમમાં જુલાઈ સુધીનું પાણી હયાત હતું ત્યારે મેઘરાજાએ કૃપા વરસાવતા ત્રણેય ડેમમાં નોંધપાત્ર પાણીની આવક જોવા મળી છે.

ઉપરવાસમાં ગઈકાલના વરસાદ તેમજ આજે સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ હોવાથી સાંજ સુધીમાં ત્રણેય ડેમમાં વધુ પાણ ીની આવક થવાની સંભાવના જોવાઈ રહી છે. આજી-1 ડેમ 29 ફૂટ તેમજ ન્યારી-1 ડેમ 29 ફૂટ અને ભાદર-1 ડેમ 34 ફૂટની ઉંડાઈ ધરાવે છે. ગત વર્ષે ત્રણેય ડેમ વરસાદી પાણીની આવકના કારણે ઓવરફ્લો થઈ ગયા હતા ત્યારે આજે નવા નીરના શ્રીગણેશ થતાં હવે વરસાદની પુરી સિઝન બાકી હોય ત્રણેય ડેમ છલોછલ ભરાઈ જવાની શક્યતા જોવાઈ રહી છે.

આજીમાં સૌની યોજનાનું પાણી બંધ કરાયું
રાજકોટ શહેરના 5.30 લાખ એકમોને દરરોજ 20 મીનીટ પાણી આપવા માટે આજી-1 ડેમમાંથી 115 એમએલડી અને ન્યારી-1 ડેમમાંથી 70 એમએલડી તથા ભાદર-1 ડેમમાંથી 45 એમએલડી અને બાકીનું પાણી ઢાંકી ખાતેથી નર્મદા પાઈપલાઈન મારફતે પુરુ પાડવામાં આવી રહ્યું છે. ચોમાસા દરમિયાન જળાશયો ઓવરફ્લો થાય છતાં ફક્ત ચાર માસમાં ડેમ તળિયા જાટક થઈ જાય છે. જેના લીધે આજી-1 ડેમમાં 20 દિવસ પહેલા સૌની યોજનાના નર્મદાનીર ઠલવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ ગઈકાલે ઉપરવાસના વરસાદના કારણે આજી ડેમમાં 0.10 ફૂટ નવા નીર આવતા તેમજ પાણીની આવક સતત ચાલુ રહેતા સૌની યોજનાનું પાણી રાત્રીના જ બંધ કરવામાં આવ્યું છે. તેમ પાણી પુરવઠા વિભાગે જણાવ્યું હતું.

Tags :
Aji Damgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement