રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ચૂંટણી આવે છે ખમજો હો: ગંદકીના દંડ વધારાની દરખાસ્ત નામંજૂર

05:17 PM Mar 07, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ શહેરને સ્વચ્છ બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા અનેક પ્રકારના પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેમાં જાહેરમાં ગંદકી કરતા યુનિટો તેમજ જાહેરમાં કચરો ફેંકતા લોકો અને પાનની પીચકારી મારતા લોકો સહિતનાઓ સામે લેવાતા દંડમાં મ્યુનિસિપલ કમિશનરે વધારો સુચવી દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીમાં રજૂ કરવામાં આવી હતી. પરંતુ લોકસભાની ચુંટણી માથે હોવાના કારણે લોકોની નારાજગી ન હોરવી પડે તેવા કારણોસર અથવા અન્ય કારણોસર દંડના વધારાની દરખાસ્ત રદ કરવામાં આવી હતી.

Advertisement

મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આજરોજ આવેલ 87 દરખાસ્ત પૈકી કમિશનર દ્વારા ગંદકી અંતર્ગત દંડમાં વધારો સુચવતી દરખાસ્ત રજૂ કરવામાં આવેલ જે અગાઉની સ્ટેન્ડીંગમાં રજૂ થયેલ આ દરખાસ્તમાં શહેરમાં મુખ્ય માર્ગો ઉપર જાહેરમાં થુંકતતા લોકો તેમજ જાહેરમાં કચરો ફેંકતા અને ગંદકી કરતા તથા જાહેરમાં મેડીકલ વેસ્ટ તેમજ બાંધકામ વેસ્ટ નાખવા સહિતના માટે ફટકારાતા દંડમાં તેતીંગ વધારો ઝીંકવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ મુદ્દે અગાઉ કશિનરે જણાવેલ કે, શહેરમાં ગંદકી કરતા અમુક શખ્સોને દંડની મામુલી રકમ નડતી નથી અને આ લોકોને વધુ દંડ થાય તો જ સુધરે તેમ છે. આથી દંડની રકમમાં વધારો કરવામાં આવશે અને એ મુજબની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનરે ગત સ્ટેન્ડીંગમાં રજૂ કરી હતી જેમાં એક બે વસ્તુમાં કમિટીએ મામુલી વધારો સુચવી દરખાસ્તને જેમ તેમ રીતે મંજુરી આપી હતી પરંતુ હોસ્પિટલનો બાયોવેસ્ટ તેમજ અન્ય ગંભીર પ્ર્રકારની બેદરકારીમાં થતાં દંડનો વધારો ન થતાં કમિશનરે આજની સ્ટેન્ડીંગમાં પણ દરખાસ્ત રજૂ કરેલ પરંતુ સ્ટેન્ડીંગ કમિટીના તમામ સભ્યોએ અગાઉ નકારેલ દરખાસ્ત ફરી વખત આવતા નામંજુર કરવામાં આવી હતી. આથી હવે ફરીવખત શહેરને ગંદુ કરનારા શખ્સો મામુલી દંડને ઘણકારશે નહીં તેવું લાગી રહ્યું છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement