પાણીનો કકળાટ શરૂ, પાંચ ગામોમાં ટેન્કરો દોડવા લાગ્યા
05:11 PM May 01, 2025 IST
|
Bhumika
Advertisement
ઉનાળાની શરૂૂ થતાની સાથે જ રાજકોટ શહેરના આજુબાજુના ગામડાઓમાં પાણીનો કકળાટ શરૂૂ થઈ ગયો છે ત્યારે જિલ્લા કલેકટર દ્વારા વિવિધ પ્રાંત અધિકારીઓ તેમજ રૂૂડા, પાણી પુરવઠા સહિતના વિભાગને પાણીના ટેન્કર શરૂૂ કરવાની સત્તા આપવામાં આવી છે. રૂડા વિસ્તારમાં આવતા 10 થી 15 ગામોમાં પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે. સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રૂૂડા દ્વારા હાલ રાજકોટ નજીક આવેલા ખોખડદળ, કણકોટ, તેમજ માહીકા સહિતના પાંચ જેટલા ગામોમાં પાણી માટે ટેન્કરો શરૂૂ કરવામાં આવ્યા છે. અન્ય 10 જેટલા ગામોમાં પણ ટૂંક સમયમાં જ પાણીના ટેન્કરો શરૂૂ કરવામાં આવશે હાલ મંજૂરી સહિતની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે
Advertisement
Next Article
Advertisement