For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગર ફ્લડ સેલની રૂબરૂ મુલાકાત લેતા જળસંપતિ મંત્રી, અધિકારીઓ સાથે બેઠક યોજી

05:09 PM Jun 18, 2025 IST | Bhumika
ગાંધીનગર ફ્લડ સેલની રૂબરૂ મુલાકાત લેતા જળસંપતિ મંત્રી  અધિકારીઓ સાથે બેઠક યોજી

જળાશયોના એલર્ટની જાણકારી અન્ય વિભાગોને મોકલવા સુચના

Advertisement

રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને સ્ટેટ વોટર ડેટા સેન્ટર, સેક્ટર -08, ગાંધીનગર સ્થિત Flood Control Cell’ની આજે જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ રૂૂબરૂૂ મુલાકાત કરીને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને સાવચેતીના ભાગરૂૂપે જરૂૂરી સૂચનો કર્યા હતા.

જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઇએ સમીક્ષા બેઠક દરમિયાન કહ્યું હતું કે, ઉપરવાસમાં અથવા સ્થાનિક સ્તરે જ્યારે વધુ વરસાદ થાય ત્યારે સ્થાનિક જળાશયોમાં પાણીની આવક થતી હોય છે. આ સમયે સાવચેતીના ભાગરૂૂપે હાઈ એલર્ટ, એલર્ટ અને વોર્નિંગ જાહેર કરવામાં આવે છે તેનો સંબંધિત અધિકારીઓને મોકલવાની સાથેસાથે જિલ્લા કલેક્ટર, વહીવટી તંત્રને પ્રાપ્ત થાય તે માટે વ્યવસ્થા કરવી જોઈએ, જેથી તેઓ આગોતરી જાણ સ્થાનિક સ્તરે કરી શકે અને જાન-માલહાનિ ટાળી શકાય.

Advertisement

તેમણે કહ્યું હતું કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન-2025 મુજબ જળસંપત્તિ વિભાગ વિવિધ વિભાગો સાથે સંકલન કરીને તેનું યોગ્ય રીતે અમલીકરણ કરી રહી છે. જેના ભાગરૂૂપે ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા સ્ટેટ વોટર ડેટા સેન્ટર ખાતે દર વર્ષે તા. 01 જૂનથી થી 01 ઓક્ટોબર દરમિયાન ફ્લડ સેલ કાર્યરત કરવામાં આવે છે. જેમાં આકસ્મિક સંજોગોમાં જિલ્લામાંથી ત્વરિત માહિતી -વિગતો માટે રાજ્ય સરકાર દ્વારા 12 હોટલાઇન તેમજ 14 સેટેલાઈટ ફોન ચોવીસ કલાક કાર્યરત કરાવવામાં આવ્યા છે.

મંત્રી સમક્ષ સ્ટેટ વોટર ડેટા સેન્ટરની કામગીરી દર્શાવતું વિવિધ વિગતો સાથેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ મુલાકાત વેળાએ જળ સંપત્તિ વિભાગના ખાસ સચિવ એમ.ડી.પટેલ, સુપ્રિટેન્ડેન્ટ ઇજનેર બી.એચ. જોષી સહિત ઉચ્ચ અધિકારીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement