બુધવારથી સતત બે દિવસ છ વોર્ડમાં પાણી કાપોત્સવ
તા. 14ના વોર્ડ નં. 11, 12 અને તા. 15ના રોજ વોર્ડ નં.7, 14, 17, 18માં પાણી વિતરણ બંધ રહેશે
ભાદર યોજના આધારીત ભાદર ડેમ થી રીબડા ફિલ્ટર પ્લાન્ટ સુધીની પાઇપલાઈનઘણીજ જૂની હોવાના કારણે અલગ-અલગ સ્થળ પર લીકેજરીપેરીંગ કામગીરી હાથ ધરવાની હોય, તા.14.02.2024, બુધવારના રોજ વાવડી હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં.11(પાર્ટ), 12(પાર્ટ)) તથા તા.15.02.2024, ગુરુવારનાં રોજ ગુરુકુળ હેડવર્કસહેઠળ આવતા વિસ્તારો પૈકીનાઢેબરરોડના (વોર્ડ નં.7પાર્ટ,14પાર્ટ,17 પાર્ટ), નારાયણ નગર હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં.18 પાર્ટ)માંપાણી વિતરણ બંધ રહેશે.
તા. 14ને બુધવારના રોજ વોર્ડ નં. 11ના અંબિકા ટાઉનશીપ પાર્ટમાં તેમજ વોર્ડ નં. 12માં વાવડી ગામ, વિશ્વકર્મા સોસા., મહમદી બાગ, શકિતનગર, રસુલપરા, બરકાતીનગર, મધુવન સોસા., ગોવિંદરત્નો, જે.કે.સાગર, વૃંદાવનવાટીકા, આકાર હાઇટસ, પુનિત પાર્ક, અંબિકા ટાઉનશીપ વિગેરે વિસ્તારોમાં પાણી નહીં મળે.
તેમજ વોર્ડ નં. 7માં ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર તથા વિગેરે તથાં વોર્ડ નં. 14ના વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમૃત પાર્ક તથા વોર્ડ નં. 17ના નારાયણ નગર ભાગ-1,2, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-1,2,3, હસનવાડી ભાગ-1,2, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દીરાનગર 1,2, મેઘાણીનગર, ન્યુમેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગ તથા ખોડીયારનગર, હીંગળાજનગર, હરીદ્વાર-1, હરીદ્વાર-2, ગુજરાત હાઉસીંગ બોર્ડ, નારયણનગર, ચંદ્રેશનગર, મચ્છોનગર, નુરાનીપરા, દોલતપરા, નાગબાઇ પરા, શિવમ ખાડો, શીતળાધાર, રેઇલવે બોર્ડ ક્વાટર્સ, શુભમપાર્ક, સીતારામ સોસાયટી, સોલ્વંટક્વાટર્સ સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી નહીં મળે.