For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

120 કરોડની જનાના હોસ્પિટલનું નળ કનેક્શન બાકી, પાણીના ટેન્કરોનું રોજનું બિલ રૂા. પાંચ હજાર!

12:56 PM Mar 09, 2024 IST | Bhumika
120 કરોડની જનાના હોસ્પિટલનું નળ કનેક્શન બાકી  પાણીના ટેન્કરોનું રોજનું બિલ રૂા  પાંચ હજાર

વેરાની આકારણી નહીં થતાં નળ કનેક્શન લટક્યું, વડાપ્રધાને ઉદ્ઘાટન કરી નાખ્યું પણ ખાટલે મોટી ખોડ

Advertisement

શહેરમાં સિવિલ હોસ્પિટલ નજીક ઉભી થયેલી અદ્યતન ઝનાના હોસ્પિટલ પ્રારંભે જ સમસ્યાઓથી ઘેરાઈ ગઈ હોવાના જાણકારોમાં આક્ષેપો થઈ રહ્યા છે.ગત 25મી ફેબ્રુઆીરએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઝનાના હોસ્પિટલ લોકાર્પિત થઈ ત્યારે શહેર જિલ્લા અને સૌરાષ્ટ્રની પ્રજાને રાજીપો હતો કે હાશ ખર્ચાળ મેટરનિટી, ગાયનેક સારવાર અને અદ્યતન સુવિધા સાથે વિનામુલ્યે મળતી થઈ જશે એક તબક્કે સિવિલ હોસ્પિટલના સમગ્ર તંત્રએ પણ લોકાર્પણના બીજા જ દિવસે ઝનાના હોસ્પિટલ શરૂ કરી દીધાનો રાજીપો વ્યક્ત કરી દેવાયો હતો પણ સરકારની આ અદ્યતન સેવા ઝનાના હોસ્પિટલ પ્રારંભે જ સમસ્યાઓના સાગરમાં ગરક થતી જતી હોવાના જાગૃતોના આક્ષેપો અક્ષરસ સાબિત થઈ રહ્યા હોવાનું કહેવું ઉમિત જણાય છે.

રૂા. 120 કરોડના ખર્ચે ઉભી થયેલી 11માળની ઝનાના હોસ્પિટલમાં હાલ તમામ આરોગ્ય સેવાઓ સુવિધાઓ ચાલુ કરી દેવાઈ છે. પણ ઉચિત અને અત્યંત જરૂરીસુવિધાઓ ધમધમતી કરવા તંત્રની ક્યાંકને ક્યાંક નબળી કડીઓ એક પછી એક પ્રજા વચ્ચે આવી રહી છે.ઉનાળાના પડઘમ વાગી રહ્યા છે પાણી વગર જીવમાત્રની હયાતિ અશક્ય છે મતલબ કે પાણી વગર જીવવું કઠિન છે પાણીની જરૂરી સુવિદા હોય તો જ ખાનગી કે સરકારી સેવાઓ વ્યવસ્થિત ચાલી શકે પણ ઝનાના હોસ્પિટલના હજુ નળ કનેક્શન મળ્યા નથી પરિણામે રોજ વેચાતુ પાણી ટેન્કર દ્વારાલેવું પડે તેવી સ્થિતિ પેદા થઈ છે. એક હોસ્પિટલમાં પાણીની અથત ક્યારેય કોઈના કહી શકે તે સ્વાભાવિક છે પણ હોસ્પિટલને નળ કનેક્શન નથી મળ્યું એ રોજ ટેન્કર દ્વારા પાણી મંગાવવું પડે છે તે નગ્ન સન્ય છે સબંધી તંત્ર અહીં તાકીદે પાણીની પુરતી વ્યવસ્થા ઉભી કરે તેવી માંગ થઈ છે.

Advertisement

જવાબદારીની સતત ફેંકા ફેંકી
રાજકોટ શહેરને જનાના હોસ્પિટલની ભેટ મળી તે સારી બાબત કહેવાય પરંતુ હોસ્પિટનલું નિર્માણ થયું ત્યારથી સત્તાધીશો દ્વારા જવાબદારીઓની ફેંકા ફેકી કરાવમાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. સંકલનના અભાવે અને જવાબદાર અધિકારીઓની અણઆવડતના કારણે બિલ્ડીંગ બન્યા બાદ પ્રથમ બાંધકામમાં ફાયરના નિયમોનો ઉલાળિયો કરવામાં આવેલ ત્યાર બાદ લાખોના ખર્ચે બનાવેલ બિલ્ડીંગમાં તોડફોડ કરી ફાયર એનઓસી મેળવી હતી અને હવે લોકાર્પણ થઈ ગયું છતાં દર્દીઓ અને સ્ટાફને પાણીવગર તરવડતા રાખવા માટે બિલ્ડીંગનું કાર્પેટ એરિયા આધારિત માપણી કરવાનું આજ સુધી સુઝ્યુ નથી. આથી જનાના હોસ્પિટલનું નિર્માણ થયું ત્યારથી અનેક બાબતોમાં જવાબદારની ફેંકા ફેકી કરાવમાં આવી રહ્યાનું બહાર આવ્યું છે.

પાણી પ્રશ્ર્ને સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. ત્રિવેદી શું કહે છે?
ઝનાના હોસ્પિટલમાં પાણીની પારાયણથી બાળ દર્દીઓના વાલીઓમાં દેકારો જામી ગયો છે. ત્યારે પાણી પ્રશ્ર્ને હોસ્પિટલની શું સ્થિતિ છે? તેવા ગુજરાત મિરરના સવાલમાં સિવિલ હોસ્પિટલના સુપીન્ટેન્ડેન્ટ ડો. રાધેશ્યામ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં નળ કનેક્શન સાથે કરી લેવાઈ છે. આગામી અઠવાડિયામાં ઝનાના હોસ્પિટલમાં કોર્પોરેશનનું નળ કનેક્શન મળી જશે.

હોસ્પિટલના પાણીના બન્ને બોર ડૂકી જતાં મંગાવવા પડે છે ટેન્કર!
ઝનાના હોસ્પિટલના બન્ને પાણીના બોરના તળિયા ઝાટક થઈ ગયા છે કોર્પોરેશનમાંથી હજુ નળ કનેક્શનની કાર્યવાહી ચાલે છે. બીજી બાજુ વડાપ્રધાન દ્વારા ઝનાના હોસ્પિટલનું લોકાર્પણ તો કરી દેવાયું પણ પાણી ટેન્કર દ્વારા મંગાવવું પડતું હોવાના દ્રશ્યો જોવા મળે છે આ બાબતે ડો. રાધેશ્યામ ત્રિવેદી કહે છે કે ટેન્ડરીંગ પ્રક્રિયા આટોપી પાણીનો કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે એન રોજ ત્રણ-ચાર ટેન્કર મંગાવવા પડે છે. પરીણામે અંદાજે સામાન્ય ખર્ચ ગણીએ તો 10 હજાર લીટરના એક ટેન્કરના રૂા. 1000થી 1200 ગણીએ તો રોજ રૂા. 5 (પાંચ હજાર)નો તંત્રનો ખર્ચ થઈ રહ્યો છે જો કે જાગૃત લોકોનો આક્ષેપ છે કે રોજના 10-15 ટેન્કર મંગાવાઈ રહ્યાછે આ બાબતે સાચુ-ખોટુ રામ જાણે!..

Advertisement
Tags :
Advertisement
Advertisement