ભાઇ નેપાળથી લેવા આવે તે પહેલાં ચોકીદારનો ગળાફાંસો ખાઇ આપધાત
04:20 PM Mar 19, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
યુનિ.રોડ ભગતસિંહજી ગાર્ડન પાસે કવાર્ટરમાં રહેતા યુવાનને વતનમાં રહેતી પત્ની સાથે મોબાઇલ પર ઝઘડો થતા તેમણે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો યુવાનના મોતથી પરિવારમાં શોક છવાયો છે.
બનાવની વિગતો અનુસાર ભગતસિંહજી ગાર્ડન પાસે કવાર્ટરમાં રહેતો ચક્રુ ડબલસિંહ વિશ્ર્વકર્મા (ઉ.વ.30) નામના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
ચક્રુ ચાર ચાઇ બે બહેનમાં વચેટ હતો. નેપાળી યુવાન અહી નાનામવા પાસે રૂમ રાખી ચોકીદારી કરતો હતો. પોલીસમાંથી જણાવા મળ્યુ છે કે, તેમનો ભાઇ નેપાળ રહેતો હતો તેમણે કહ્યુ કે હુ તને બુધવારે લેવા આવીસ ત્યા કામ નથી કરવું ત્યારબાદ તેમને ગઇકાલે પત્ની સાથે મોબાઇલ પર ઝઘડો થતા તેમણે આ પગલુ ભરી લીધુ હતુ. તેમને સંતાનમાં બે દિકરી છે. પોતે એક મહિનાથી અહીં મામા સાથે રહેતો હતો. યુવાનના મોતથી પરિવારમાં શોક છવાયો છે.
Next Article
Advertisement