ગોપાલચોક પાસે મોબાઈલ પર પત્ની સાથે ઝઘડો થતાં ચોકીદારનો આપઘાત
સાધુવાસવાણી રોડ બાલમુકુંદ સોસાયટીમાં રહેતા ચોકીદારને તેમનાપત્ની સાથે મોબાઈલ પર વાતચીત બાદ ઝઘડો થતાં લાગી આવ્યું હતું જેમાં તેમણે નિરાશ થઈ ગળેફાંસો ખાઈ આપગાત કરી લીધો હતો. આ અંગે યુનિવર્સિટી પોલીસના સ્ટાફે કાગળો કર્યા હતાં.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, સાધુવાસવાણી રોડ પર બાલમુકુંદ સોસાયટીમાં રહેતા મનોજભાઈ બાબુભાઈ રાજપર ઉ.વ.25)એ ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેમને 108ના ઈએનટીના નરેશભાઈએ જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતાં. આ ઘટના બાદ તેમના મૃતદેહને પોસ્ટમોટર્મ માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.
મનોજ મુળ યુપીનો વતની અને ચારભાઈમાં નાનો અને અહીંં કલરકામ કરતો હતો તેમના પત્નીનું નામ કુતુબબેન છે તેમના પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા ગઈકાલે મનોજ ફોન ન ઉપાડતા તેમના ભાઈએ શાપરમાં રહેતા મિત્રને તેમના ઘરે જઈ તપાસ કરવાનું કહેતા તે ત્યાં મનોજના ઘરે પહોંચ્યો હતો જ્યાં મનોજ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. મનોજને ગઈકાલે ફોન પર પત્ની સાથે ઝઘડોથતાં આ પગલું ભરી લીધું હતું.