ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કંટાળો આવે ત્યારે હાર્દિકનો વીડિયો જોઇ લેવો, ભાજપના ગ્રૂપમાં પાડલિયાની પોસ્ટ

12:09 PM Mar 08, 2024 IST | Bhumika
Advertisement

લોકસભાની ચુંટણીને હવે થોડો સમયે બાકી રહેલ છે. તેને લઈને દરેક પાર્ટીમાં તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. એવામાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને લઈને સમાચાર સામે આવ્યા છે. રાજકોટ જીલ્લાના ભાજપનાં વોટ્સએપ ગ્રુપમાં હાર્દિક પટેલનાં જૂનાં વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. તેના લીધે રાજનીતિમાં ગરમાવો જોવા મળ્યો છે. તેની સાથે ધોરાજીનાં ધારાસભ્યનાં નંબર પરથી હાર્દિક પટેલનો ભાજપની ટીકા કરતો વીડિયો ગ્રુપમાં મુકવામાં આવતા ગ્રુપમાં ચર્ચાઓનો દોર શરુ થયો છે.

Advertisement

ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાના નંબરથી ગ્રુપમાં વીડિયો પોસ્ટ કરવામાં આવતા વિવાદ ઉભો થયો છે. આ વીડિયોમાં હાર્દિક પટેલ ભાજપની ટીકા કરવામાં આવી રહી છે. 23 ફેબ્રુઆરી દ્વારા રોજ વોટ્સેપ ગ્રુપમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જ્યારે વીડિયો વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ કરવાની સાથે તેના નીચે લખાણ પણ લખવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે-જ્યારે કંટાળો આવે તે સમયે આ વિડીયો જોઈ લેવો. ત્યારે આ સમગ્ર મામલામાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાનો સંપર્ક કરવામાં આવતા તેમના દ્વારા વાતને નકારી કાઢવામાં આવી હતી. ત્યારે મોબાઈલ નંબર મારો રહેલો છે. પરંતુ મારા દ્વારા ગ્રુપમાં પોસ્ટ કરવામાં આવ્યો નથી. આ બાબતે પોતે પોલીસ ફરિયાદ પણ કરી રહ્યાનું જણાવ્યુ હતું.

Tags :
BJPgujaratgujarat newsHardik PatelLok Sabha electionPolitics
Advertisement
Next Article
Advertisement