નાકરાવાડીના ખરાબામાં દબાણો ખડકાઇ ગયા, 18ને અપાઇ નોટિસ
05:15 PM Dec 08, 2025 IST | Bhumika
રાજકોટ તાલુકાના નાકરાવાડી ગામના રેવન્યુ સરવે નંબર 222 પૈકીની સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર દબાણો ઊભા થઇ ગયા છે. આ રહેણાક અને વાણિજ્ય દબાણ રાજકોટ તાલુકા મામલતદારના ધ્યાને આવતા અંતે પ્રથમ તબક્કે 18 દબાણકર્તાને નોટિસ ફટકારી દબાણ કેસ ચલાવતા દબાણ કારોએ વર્ષ 2019થી દબાણ કર્યાનું કબૂલ્યું હતું. હાલમાં તાલુકા મામલતદારે તમામ દબાણકારોને તાકીદે જમીન ખાલી કરવા હુકમ કર્યો છે.
Advertisement
રાજકોટ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં સરકારી જમીન ખુલ્લી દેખાય ત્યાં દબાણકારો દબાણ કરી રહ્યા છે કોઠારિયા વિસ્તારમાં આવેલ રેવન્યુ સરવે નંબર 226, 227, 228 પૈકીની પ્લોટ નંબર 10ની જમીનમાંથી 250 ચો.મી. જમીનમાં રમેશ સાવલિયા નામના શખ્સે દબાણ કરી લેતા રાજકોટ તાલુકા મામલતદારે કેસ ચલાવી જમીન ખુલ્લી કરાવી જમીનનો કબજો લેવા હુકમ કર્યો હતો.
Advertisement
Advertisement
