ગુડમોનિંગ સહિતના મેસેજમાં સમય ન વેડફતા, કાર્યકરોને પાટીલની ટકોર
કાલાવ રોડ આવેલી VVP એન્જિનિયરિંગ કોલેજ ખાતે કાલે સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. આ મીટમાં મોરબી, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને જામનગરના ભાજપના કાર્યકરો સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રદેશ પ્રમુખ દ્વારા કાર્યકરોને જરૂૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને સોશિયલ મીડિયામાં કઈ રીતે કામ કરવું તે માહિતગાર કર્યા હતા.
સાથે જ પ્રદેશ પ્રમુખે ટકોર કરતાં જણાવ્યું હતું. ગુડ મોર્નિંગ સહિતના મેસેજમાં સમયનો વેડફાટ ન કરવા ટકોર કરી હતી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે ઘણું કામ છે. સહકાર, સંગઠન અને સરકારના ઘણા કામો છે. સરકારની ઘણી યોજનાઓ અંગે માહિતી પહોંચાડવાના કામ છે. સરકારી યોજના પાછળનો હેતુ શું છે તે લોકો સુધી પહોંચાડવા જોઈએ. મોદી સરકારે 4 કરોડથી વધુ લોકોને પોતાનું પાકું ઘર અપાવ્યું છે.વધુમાં પ્રદેશ પ્રમુખ સી. આર પાટિલે જણાવ્યું હતું કે, 3.5 વર્ષથી કહેતો આવું છું. વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહ મંત્રી, રાષ્ટ્રીય અધ્યક્ષ, રાજ્યના મુખ્યમંત્રી, મંત્રી, ધારાસભ્યના ટ્વીટને રી ટ્વીટ કરો ચૂંટણી આવીને ઊભી છે અત્યારે સોશિયલ મીડિયાની તાકાતનો ઉપયોગ નહીં કરો તો ક્યારે કરશો? નરેન્દ્ર મોદી જે પ્રકારે કામ કરી રહ્યા છે તે જોતાં એવું લાગે છે કે આગામી સમયમાં આપણને આ પ્રકારનો નેતા નહિ મળે નરેન્દ્ર મોદીના સમયમાં કામ કરવું આપણા માટે સોભગ્યની વાત છે.