ચોટીલામાં ચીફ ઓફિસર હાજર થતાં અટકાવાયા?
લાખો લોકોની આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર ચોટીલા શહેરની નગર પાલિકાનાં ચીફ ઓફિસરની નિમણૂંક બાદ હવે હાજર ના થતા અનેક તર્ક વિતર્કો ઉઠ્યા છે. અને વહેલી તકે હાજર કરાવવા લોકોએ માંગ કરી છે. તાજેતરમાં જ રાજ્યમાં નગરપાલિકાઓનાં ચીફ ઓફિસરની તબદીલીના હુકમ થયા જેમા ચોટીલા નગરપાલિકાનાં સીઓ તરીકે કડક અને નિષ્ઠાવાન મહિલા અધિકારીની નિમણૂંક થતા તેઓને હાજર થતા અટકાવવાનાં પ્રયાસ થયાની ચર્ચા એ જોર પકડયું છે. તો યાત્રાધામની કાયા પલટ માટે આવા જ અધિકારીની જરૂૂર હોવાની રજૂઆત સામાન્ય નાગરીકોએ રજૂઆત કરી હોવાનું કહેવાય છે.
સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યનાં વિકાસ માટે મક્કમ સાલસ મુખ્યમંત્રી સમક્ષ રાજ્યનાં પવિત્ર યાત્રાધામ અને લાખો લોકોનાં આસ્થા અને શ્રધ્ધાના કેન્દ્ર સ્થાન એવા ચોટીલા શહેરની નગરપાલિકાનાં ચીફ ઓફિસર તરીકે તાજેતરમાં રાજ્યનાં વહીવટી કુશળ અને નિષ્ઠાવાન મહિલા અધિકારીની સરકાર દ્વારા નિમણૂંક નો હુકમ કર્યો છે તે આવકાર દાયક છે. પરંતુ કેટલાક આગેવાનોને નિષ્ઠાવાન અધિકારી ની નિમણૂંક થી કોઈ ભેદી ડર સતાવે છે. એટલેજ તેમના દ્વારા આવા અધિકારી ચોટીલા હાજર થઇ ચાર્જ ના સંભાળે તેવી પ્રેરવી ખાનગીમાં કરવામાં આવેલ હોવાનું કહેવાય છે. જે અંગે તપાસ કરાવવાની રજૂઆત સાથે ચોટીલા જેવા પવિત્ર શહેરની કાયાપલટ સાથે વિકાસ થાય તે ખુબ જરૂૂરી બાબત છે. અને તેના માટે આવા અધિકારીની પણ જરૂૂરીયાત છે. સ્થાનિક શહેરની પરિસ્થિતિ પ્રમાણે સક્ષમ મહિલા અધિકારી ચોટીલા નગરપાલિકાનો વહેલી તકે ચાર્જ લઇને કાર્યભાર સંભાળે તે દિશામાં આપ ત્વરીત ઘટતુ કરાવાય તેવી લાગણી લોકોએ વ્યક્ત કરી છે. ચોટીલામાં સક્ષમ ચીફ ઓફિસરની નિમણૂંક ઘોચમા પાડનાર કોણ? સારા અધિકારીની નિમણૂંક થતા શાનો ભય કોને અને કેમ છે? જેવા અનેક સવાલની ચર્ચા લોકોમાં ઉઠી છે.