રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વોર્ડ નં. 13માં શરબત જેવા પાણીનું વિતરણ, ભારે દેકારો

04:58 PM Jul 19, 2024 IST | admin
Advertisement

નળની લાઈનમાં ડ્રેનેજના પાણી ભળી જતાં 22 દિવસથી દૂષિત પાણીનું વિતરણ, ટોળાં વોર્ડ ઓફિસે ઊમટતાં અધિકારીઓ દોડ્યા

Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 13માં છેલ્લા ઘણા સમયથી શરબત જેવા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરતા માજી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર અને સ્થાનિકો દ્વારા વોર્ડ ઓફિસમાં હલ્લાબોલ કરતા વોર્ડ ઓફિસરો તાત્કાલીક દોડી આવ્યા હતાં.
પીવાલાયક પાણીના વિતરણથી કંટાળી ગયેલા વોર્ડના રહિશોએ ર્કૃીંણનગર મેઈન રોડ ઉપર જ હલ્લાબોલ કરતા થોડી વાર માટે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. વાહનવ્યવહાર બંધ થતાં પોલીસ પણ દોડી આવી હતી. અને મામલો થાળે પાડવાની કોશીષ કરી હતી.

આ અંગે પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે કહ્યું હતું કે, વોર્ડ નં. 13માં છેલ્લા 22 દિવસથી ડ્રેનેજના ગટર ચોક્ય છે. અનેકવાર કોલસેન્ટરમાં ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલા લેવામાં આવેલ નથી. જેથી આજરોજ વિસ્તારમાં લોકોને સાથે રાખી વોર્ડ ઓફીસે આવી વોર્ડ ઓફિસરને રજૂઆત કરેલ પણ યોગ્ય જવાબ નહીં મળતા લોકોને સાથે રાખી અમો કૃષ્ણનગર મેઈન રોડ ચક્કાજામ કરતા તમામ અધિકારી દોડતા આવેલ અને સમસ્યાનું ઝડપી નિરાકરણ આવે તેવું કહેવામાં આવેલ પરંતુ અમને તેવું લાગે છે કે, કામગીરી થય નથી એટલે અમો ચોવીસ કલાકનું અલ્ટીમેટમ આપેલ છે.

વોર્ડ ઓફિસર અને ડપ્યુટી એન્જી.ને કામ નહીં થાય તો આપની ચેમ્બર સામે ધરણા કરવા બેસવું પડશે. ગંદાપાણીના વિતરણથી વોર્ડમાં ભયંકર રોગચાળો ફેલાવવાની દહેશત છે અને હાલ પાણીજન્ય રોગચાળો ત્રાસ હોય વોર્ડ નં. 13ના રહિશો પણ આવા રોગચાળાનો શિકાર ન બને તે પહેલા તંત્રએ યોગ્ય કાર્યવાહી કરી સ્થાનિકોને શુધ્ધ પાણી પીવાનું મળી રહે તેવું આયોજન કરવા માંગ કરી હતી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsRMC
Advertisement
Next Article
Advertisement